સુરત6 કલાક પહેલા
- કૉપી લિંક
સુરતના લસકાણામાં પતિએ પત્ની પર ચારિત્ર્ય પર શંકા કરી માથામાં બોથડ પદાર્થ ઝીંકી તેની હત્યા નિપજાવી હતી. પરંતુ આ હત્યાને છુપાવવા માટે તેણે રાત્રીના અંધકારમાં પત્નીની લાશને ત્રીજા માળેથી ફેંકી દીધી હતી. અને પોતે આરામથી ઊંઘી ગયો હતો. સમગ્ર મામલો જયારે પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસે આરોપી પતિની પુછપરછ કરી હતી. જ્યાં તેણે હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા સત્ય સામે આવ્યું હતું અને પતિએ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરે છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં જુદી જોડી ઇન્ડસ્ટ્રીયલ વસાહત આવેલી છે.આ વસાહતના ત્રીજા માળે આવેલા ઘરમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતના ડાયમંડ નગરમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરતા રમેશકુમાર કોલ તેની પત્ની રાજકુમારી સાથે છેલ્લા ઘણા સમયથી ભાડે રહેતો હતો.
પત્ની સાથે ઝઘડો કર્યો
રમેશકુમારને શંકા હતી કે તેની પત્ની રાજકુમારી અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમસંબંધ ધરાવે છે અને પ્રેમી સાથે અવારનવાર ફોન પર વાતો કરે છે..જેને લઇ બંને વચ્ચે અનેક વખત ઝઘડાઓ થતા હતા.ત્યારે ગત રોજ આ બાબતે રાતના સમયે રમેશે પત્ની સાથે ઝઘડો કર્યો હતો.
લાશને ત્રીજા માળેથી ફેંકી દીધી હતી
ગળું દબાવી દીધું હતું
રમેશે તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પ્રેમી સાથે વાત ન કરવા અને તેને છોડી દેવા દબાણ કર્યું હતું. જે બાબતે ઉગ્ર બોલાચાલી થતા રમેશે રાજકુમારીના માથામાં કોઈ લોખંડનો બોથડ માર્યો હતો. જેને પગલે રાજકુમારી ઘાયલ થઇ હતી. તેમ છતાં તેનું મોત ન થતા રમેશે રાજકુમારીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અકસ્માતને મોતમાં ફેરવવા રમેશે પતિએ પ્લાન તૈયાર કર્યો હતો.
સ્થાનિક લોકોએ જાણ કરી
રમેશે મોડી રાત્રિએ અંદાજે દોઢ થી બે વાગ્યાની આસપાસ તેની પત્નીની હત્યા કર્યા બાદ તેને ત્રીજા મળેથી નીચે ફેંકી દીધી હતી.બાદમાં તે આરામથી ઘરમાં સુઈ ગયો હતો.વહેલી સવારે રાજકુમારી કોલ નીચે મૃત હાલતમાં સ્થાનિક લોકોએ જોતા જોતા પતિને જાણ કરી હતી.અને ત્યાર બાદ પતિ દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા સરથાણા પોલીસની ટીમ દોડતી થઈ હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી પતિનું નિવેદન લેવાનું શરૂ કર્યું હતું.
હત્યારા પતિ રમેશની ધરપકડ
આ મામલે સરથાણા પોલીસના PI વિરલ પટેલે જણાવ્યું હતું કે, મૃતદેહની તપાસ કરતા તેના માથામાં ઇજાના નિશાન મળ્યા હતા. આ બાબતે રમેશ સાથે વાતચીત કરતા તેણે એવું જણાવું હતું કે, રાજકુમારીનું મોત ત્રીજા માળેથી પડવાથી થયું છે. પરંતુ અમને શંકા જતા તેની ઉલટ તપાસ લીધી હતી. જેમાં સામે આવ્યું હતું કે રમેશને શંકા હતી કે તેની પત્નીનું અફેર ચાલે છે. માટે તેણે જ રાજકુમારીની હત્યા કરી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા સત્ય સામે આવ્યું.પોલીસે હાલ તો હત્યારા પતિ રમેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.