ગુજરાત કેડરના IAS અને અમદાવાદ ડે. મ્યુ. કમિશનર સી. એમ ત્રિવેદીને છાતીમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા | Gujarat Cadre IAS and Ahmedabad Day. Mu. Commissioner C. M Trivedi was admitted to the hospital with chest pain | Times Of Ahmedabad

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત કેડરના અધિકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.એમ ત્રિવેદીને છાતીમાં દુઃખાવો ઉપડતતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2014ની બેચના અધિકારી IAS સી.એમ. ત્રિવેદી ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ હવાલો સંભાળે છે. તેઓને અચાનક જ તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો મુજબ હાલ તેઓની તબિયત સ્થિર છે. સી.એમ ત્રિવેદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હવે તેઓનો ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર ખરસાણને સોંપવામાં આવ્યો છે. ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ખાનામાં પણ રજા ઉપર ગયા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સીએમ ત્રિવેદી બીમાર થતા હવે બંને અધિકારીઓનો ચાર્જ તૈયાર સી.આર ખરસાણને સોંપવામાં આવ્યો છે.

સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ અપાયું
રેલવે વિભાગ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નં.14804/14803 સાબરમતી-જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક અસરથી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે મારવાડ મથાનિયા અને ઓસિયાં સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રેન નં. 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસનો મારવાડ મથાનિયા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 07:32/07:34 રહેશે અને ઓસિયાં સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 08:00/08:02 રહેશે. જ્યારે ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો ઓસિયાં સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 19:14/19:16 કલાકે તથા મારવાડ મથાનિયા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 19:36/19:38 કલાકનો રહેશે. યાત્રીઓને ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી છે.