પાટડીમાં ગઈકાલે સર્જાયેલા રીક્ષા અને ગાડી વચ્ચેના અકસ્માતમાં આજે સારવાર લઈ રહેલા દંપતિનું મોત થતા કુલ ત્રણના મોત | In the accident between a rickshaw and a car that took place in Patdi yesterday, a couple who were undergoing treatment died today, a total of three died. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In The Accident Between A Rickshaw And A Car That Took Place In Patdi Yesterday, A Couple Who Were Undergoing Treatment Died Today, A Total Of Three Died.

સુરેન્દ્રનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના બજાણા પુલ પાસે ગઈકાલે રીક્ષા અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપળીના આધેડ દંપતિ સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. એકનું ઘટનાસ્થળે જ્યારે આધેડ દંપતિનું આજે સારવારમાં મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં રીક્ષાનું પડીકું વળી ગયું હતું.

પાટડી અને બજાણા વચ્ચે આવેલા પુલ પાસે રીક્ષા અને સ્વિફ્ટ ગાડી વચ્ચે ગત મોડી સાજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાનું ઘટનાસ્થળે જ પડીકું વળી ગયું હતુ. જેમાં રીક્ષામાં કુલ પાંચ લોકો સવાર હતા અને રીક્ષામાં સવાર પાંચેય મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં રીક્ષા ચાલક બજાણાના જાવેદભાઈ રહીમભાઈ બારૈયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.

જ્યારે રીક્ષામાં સવાર પીપળી ગામના બાલાભાઈ મોતીભાઈ વાણીયાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે એમના પત્નિ પરેમબેન બાલાભાઇ વાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા વિરમગામ હોસ્પિટલેથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઇ જવાતા રસ્તામાં જ એમનું પણ પ્રાણપખેરૂ ઉડી ગયું હતું. ત્યારે પાટડીના પીપળી ગામના ગામના આધેડ દંપતિનું અકસ્માતે એકસાથે મોત નિપજતા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો અને પાટડી બજાણા હાઇવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. બજાણા પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી એને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.