અમદાવાદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં શાહવાડી ગામમાં આજે સવારે ચબૂતરો બનાવવા બાબતે કોન્ટ્રાક્ટર અને સ્થાનિક વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિક વ્યક્તિ દ્વારા ચબૂતરો બનાવવા માટેની કામગીરીમાં અડચણ ઊભી કરવામાં આવતા લાંભા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર ડો. ચાંદની પટેલના પતિ તેજસ પટેલને જાણ કરી હતી. જેથી તેજસ પટેલ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. તેજસ પટેલ અને સ્થાનિક અમૃત ભરવાડ વચ્ચે ચબૂતરો બનાવવા બાબતે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. ઝઘડો થતાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી નારોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ બંનેને નારોલ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે ત્યારબાદ આ સમગ્ર બાબતે બંનેને કોઈ ફરિયાદ નોંધાવી હોય સમાધાન થઈ ગયું હતું.
લાંભા વોર્ડના મહિલા કોર્પોરેટર ડો. ચાંદની પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વિભાગ અને ઇજનેર વિભાગના અભિપ્રાય બાદ ચબૂતરો બનાવવામાં આવી રહ્યો છે. ચબૂતરો બનાવવા બાબતે શાહવાડી ગામમાં સ્થાનિક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે બોલાચાલી કરવામાં આવી હતી જેથી આ બાબતે મારા પતિને જાણ કરવામાં આવતા તેઓ પહોંચ્યા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ ત્યારબાદ આ બાબતે સમાધાન થઈ ગયું છે.
મળતી માહિતી પ્રમાણે આજે સવારે નારોલ વિસ્તારમાં આવેલા શાહવાડી ગામમાં ચબૂતરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક વિભાગ અને ઇજનેર વિભાગના અભિપ્રાય બાદ આ ચબૂતરો બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આજે સવારે સ્થાનિક અમૃત ભરવાડ નામના વ્યક્તિ દ્વારા ત્યાં કોન્ટ્રાક્ટર સાથે બોલાચાલી કરવામાં આવી હતી. જેથી ભાજપના મહિલા કોર્પોરેટર પટેલના પતિ તેજસ પટેલ ત્યાં પહોંચ્યા હતા. બંને વચ્ચે ગાળા ગાળી અને બોલાચાલી થઈ હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણકારી અને પોલીસને બોલાવવામાં આવી હતી નારોલ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી.
તેજસ પટેલ અને અમરત ભરવાડ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં પોલીસની હાજરીમાં બંને વચ્ચે સમાધાન થયું હતું. બંને એકબીજાની સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવા ન માંગતા હોવાથી તેઓએ આ બાબતે કોઈપણ ફરિયાદ નોંધાવવા માટે પોલીસને લખાણ કરીને આપ્યું હતું. આમ આ સમગ્ર બાબતે કોઈ પણ પ્રકાર ની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ આજે સવારે ચબૂતરો બનાવવા બાબતે શાહવાડી ગામમાં ઘટના બની તે ચર્ચાનો વિષય બની હતી.