Friday, May 12, 2023

અમરેલીના ખીજડીયામાં પતિએ કુહાડીના ઘા મારી પત્નીની હત્યા નિપજાવ્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, આરોપીને સારવાર માટે ખસેડાયો | In Amreli's Khijdia, husband attempts suicide after killing wife, accused shifted for treatment | Times Of Ahmedabad

અમરેલી7 કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં હત્યાના બનાવનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે અમરેલીના ખીજડીયા ગામમાં પતિએ પત્નીની હત્યા નિપજાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. આરોપી પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જિલ્લામાં એક અઠવાડિયામાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમરેલીના ખીજડીયા ગામમાં રહેતા ગોવિંદભાઈએ તેમના પત્ની ગંગાબહેન પર કુહાડી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી.ત્યારબાદ ગોવિંદભાઈએ પણ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળ અને હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

એક અઠવાડિયામાં હત્યાનો ત્રીજો બનાવ
અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન હત્યાનો આ ત્રીજો બનાવ નોંધાયો છે. પ્રથમ બનાવ ચાર દિવસ પહેલા અમરેલી શહેરમાં બન્યો હતો. જેમાં પણ પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ જસદણ વિસ્તારમાં પહોંચી આત્મહત્યા કરી લીધી હતી. ત્રાયબાદ બીજો બનાવ અમરેલીના ટીંબા ગામે સામે આવ્યો હતો. અહીં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં જ આજે ખીજડીયા ગામમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.