વડોદરાના બાણજ ગામમાં રાજયપાલે કહ્યું, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ તરફ પ્રયાણ | In Banaj village of Vadodara, the Governor said, natural farming based on indigenous cows means a journey towards nature. | Times Of Ahmedabad

વડોદરા17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં રાજ્યપાલે ગૌ માતાની પૂજા કરી - Divya Bhaskar

ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં રાજ્યપાલે ગૌ માતાની પૂજા કરી

વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રગતિશીલ ખેડૂતોને પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું.

ગૌ કૃષિ સંગમ કાર્યક્રમ
વર્તમાન સમયમાં ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી મનુષ્ય અને જીવસૃષ્ટિમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે તેમાંથી મુક્ત થવા ખેડૂતો પંચગવ્ય અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આયોજીત “ગૌ કૃષિ સંગમ” કાર્યક્રમમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

માનવજાતિ માટે કષ્ટદાયક
રાસાયણિક ખેતીની વિપરીત અસરો, ખેતીમાં જંતુનાશકોના ઉપયોગનો વિષપ્રભાવ અને તેનાથી આવનારા દુષ્પરિણામો ગણાવતા રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો સૌથી મજબૂત વિકલ્પ ગણાવ્યો હતો. રાસાયણિક કૃષિને પ્રકૃતિ સાથે માનવજાતિ માટે કષ્ટદાયક ગણાવી તેમણે ખેડૂતો માટે નુક્સાનકારક અને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી હતી.

સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

ખેતીને વિષચક્રમાંથી મુક્ત કરો
રાજ્યપાલે ઉમેર્યું કે ખેતીમાં યુરિયા, ડી.એ.પી, જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા તો ક્ષીણ થાય છે, સાથે જ સમાજમાં કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ જેવા અસાધ્ય રોગો ફેલાતા હોવાનું ગંભીરતાથી જણાવી આ વિષચક્રમાંથી ખેતી અને ખેડૂતોને બચાવવાનો મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનું મક્કમપણે કહ્યું હતું.

માર્ગદર્શન આપ્યું
કૃષિ સંદર્ભે પોતાના જાહેર અને અંગત જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને રાજ્યપાલે પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું, સહિતના અનેક પાસાઓ પર તેમણે પોતાના વિચારો વ્યક્ત કરીને ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર તલસ્પર્શી જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું.

સ્ટોલની મુલાકાત લીધી
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલો ગૌપૂજા કરી હતી. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓ, પંચગવ્ય ઉત્પાદિત વસ્તુઓ તેમજ કૃષિ ઓજારોના વેચાણ સ્ટોલની તેમણે મુલાકાત લીધી હતી.

કલેક્ટર સહિત ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, ડભોઈના પ્રાંત અધિકારી યોગેશ કપાસે, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ગામના સરપંચ-ઉપસરપંચ, સ્થાનિક અગ્રણીઓ, સંતગણ, પ્રગતિશીલ ખેડૂતો, બાણજના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post