Thursday, May 11, 2023

ભરૂચમાં ખાનગી કંપનીની લેબર કોલીનીમાં કામદારો વચ્ચે રૂપિયા મુદ્દે ઝઘડો થયો, એક કામદારે લોખંડનો સળિયો મારતા મોત | In Bharuch, workers in private company's labor colony clashed over rupees, one worker died after being hit by an iron rod. | Times Of Ahmedabad

ભરૂચ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પૈસા બાબતે ઝગડો થયો હતો. જેમાં એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મારી દેતા તેનું સારવાર મળે તે પહેલા કરુણ મોત નિપજયુ હતું.

મૂળ યુપીના અને હાલ દહેજની રૂચિ પેટ્રો પ્લાસ્ટ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ લેબર કોલોનીમાં રહેતા લાલબહાદુર કદીર ગૌતમ અને અવધેશ ડોબાર ગૌતમ વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. જે ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા લાલબહાદુર કદીર ગૌતમે લોખંડનો સળીયા લઇ અવધેશ ગૌતમ પર તૂટી પડ્યો હતો અને તેને મોઢાના ભાગે મારી દેતા તેને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે સુપર વાઈઝર હાર્દિકે ઇજાગ્રસ્ત અવધેશને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગેની જાણ દહેજ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.