- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In Dahod Pressure Removal Campaign, Ancient Temple Was Demolished, The Office Of Construction Chairman Of The Municipality Was Also Razed To The Ground.
દાહોદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદમા દબાણ હટાવ ઝુંબેશ હવે છેલ્લા ચરણમા પહોંચી હોવાનુ કહેવાઈ રહ્યુ છે.ત્યારે સોમવારે છાબ તળાવ,ઝાલોદ રોડ,પાલિકા ચોક અને સ્ટેશન રોડ પર કામગીરી કરવામા આવી હતી.જો કે સ્વયંભુ ઝુકાટો તોડવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી.
સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં જ કરેલા બાંધકામ તોડી પડાયા
દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવા માટે ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશમાં સોમવારે દેસાઇવાડ વિસ્તાર નજીક તળાવની પાળ નજીક આવેલું 350 વર્ષ જુના મંદીરો સહિત નાદસ્પંદન એકેડેમી સહિતની ઇમારત દૂર કરવામાં આવી હતી. અહીં નગર પાલિકાના કાઉન્સિલર અને હાલમાં બાંધકામ સમિતિના ચેરમેન નીરજ (ગોપી) દેસાઈની ઓફિસ પણ તોડી પાડવામા આવી છે.
આ બાંધકામ તળાવની કામગીરીમા નડતર હોવાથી આગળ ખસેડાયા હતા?
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સમગ્ર બાંધકામ થોડા સમય પહેલા જ કરાયુ હતુ.જે પહેલા પાછળ હતુ પરંતુ છાબ તળાવ બ્યુટીફીકેશનની કામગીરીમાં નડતર રૂપ હોવાથી તેને આગળ ખસેડાયા હોવાનુ અસરગ્રસ્ત દ્વારા જ જાણવા મળ્યુ છે.
મુદત પહેલા જ બાંધકામ તોડી પડાયા
ઝાલોદ રોડ વિસ્તારમાં કેટલાંક ઘર સાથે તોડી પાડવામાં આવ્યા હતાં. થોડા દિવસો પહેલાં ચેતવણી અપાઇ હતી.તે સ્થળો સ્વૈચ્છિક દૂર કરવાનો પ્રારંભ કરાયો હતો પરંતુ મજુરોની અછતને કારણે દૂર કરવાનું કામ ચાલી રહ્યુ હતુ તે સમયે જ તંત્ર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. દેસાઇવાડ વિસ્તાર નજીક શનિવારના રોજ તંત્રએ ઇમારત ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સ્થાનિકોએ દસ્તાવેજ હોવાની વાત કરીને સમય માંગ્યો હતો. ચર્ચા મુજબ સોમવારની બપોરે દસ્તાવેજો બતાવી જવાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે તે પહેલાં જ કામગીરી શરૂ કરી દેવાઇ હતી.
ધર્મશાળામાં ગાંધીજી બે વખત રોકાયા હતા
જે સ્થળ તોડવામાં આવ્યુ ત્યાં પહેલા એક ધર્મશાળા હતી.જેમા આઝાદીની લડત વખતે મહાત્મા ગાંધીજી બે વખત રોકાયા હતા અને તેમની યાદમાં આ સ્થળને હેરીટેજની યાદીમાં સમાવાયુ હતું. જોકે સમય જતાં ઇમારત જર્જરિત બનતાં નગર પાલિકાએ નવું નિર્માણ કર્યુ હતું.
વિવિધ પ્રતિમાને સુરક્ષિત હટાવાઈ
અહીં મંદીરોમાં હનુમાનજીની વિરાટ બેઠક સાથે ગોવર્ધન નાથજીનું મંદીર પણ હતું.શનિ મહારાજ સહિત અન્ય આરાધ્ય દેવોની પ્રતિમાઓ પણ હતી.હનુમાનજીની પ્રતિમા હાઈવે ખુશી હોટેલ પર લઈ જવામા આવી છે.જ્યાં મંદિર બનાવીને પ્રસ્થાપિત કરાશે.ગોવર્ધનનાથજીની પ્રતિમા હવેલીમા સોંપી દેવાઈ છે જ્યારે શિવલિંગ નીલકંઠેશ્વર મહાદેવમા હાલ લઈ જવાયુ છે.
ત્રિભુવન અને જ્વેલર્સની દુકાને ફરી હથોડો ફરી વળ્યો
સ્ટેશન રોડ પર હોટેલ ત્રિભુવન પર ફરીથી હથોડો ફેરવાયો હતો.પાલિકા ચોક મા પણ જ્વેલર્સના શોરુમનો વધારાનો ભાગ તોડી પાડવામા આવ્યો હતો જ્યારે ઝાલોદ રોડ પર ઓવર બ્રીજ પાસે મકાનોના દબાણ દુર કરાયા હતા.