દિયોદરના નોખા ગામમાં યુવાનો દારૂના રવાડે ચડી જતા ગ્રામજનોમાં રોષ, સરપંચ સહિતનાઓએ દારૂનું વેંચાણ બંધ કરાવવા રજૂઆત કરી | In Deodar's Nokha village, the villagers were outraged when the youth went on the rampage of liquor, the Sarpanch and others proposed to stop the sale of liquor. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • In Deodar’s Nokha Village, The Villagers Were Outraged When The Youth Went On The Rampage Of Liquor, The Sarpanch And Others Proposed To Stop The Sale Of Liquor.

બનાસકાંઠા (પાલનપુર)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દિયોદરના નોખા ગામના સરપચ સહિત ગ્રામજનોએ દિયોદર પોલીસ મથકે પહોંચી ગામમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, બુટલેગરો દૂધની બરણીમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે. બુટલેગરને ત્યાં રેડ પાડી દારૂ પકડવો જોઈએ, નાના છોકરાઓ દારૂના રવાડે ચડી ગયા છે. ત્યારે સરપંચ અને ગ્રામજનોએ દિયોદર પોલીસ કચેરીએ પત્ર લખી રજૂઆત કરી છે.

ગામના સરપંચ સાથે અગ્રણીઓએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા વારંવાર દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા રજૂઆતો કરેલ પરંતુ બુટલેગરો દ્વારા દારૂનું બેફામ જાહેરમાં વેચાણ થઈ રહેલ છે. અમારા ગામના યુવાન દારૂના રવાડે ચડી રહ્યા છે તો સાંજે પાંચ વાગ્યા પછી ગુપ્ત તરીકે દુધની બરણીઓમાં દારૂ લઈ જતા હોય છે. સરપંચ અને ગ્રામજનોની નમ્ર અરજ કે નોખા ગામે દારૂનું વેચાણ બંધ કરવામાં આવે. અમારા નોખા ગામે બહાર ગામના લોકો દારૂ લેવા આવે છે જે અમારા નોખા ગામ માટે જોખમ કારક છે. ગામમાં કોઈ અજુગતો અણ બનાવ બને કે મોટું કોઈ દુખ આવે તેવી સભાવના હોઈ આ બાબતે ધ્યાને લઈ કાર્યવાહી કરવા રજુઆત છે.

નોખા ગામની સીમ હદમાં જેવી કે રામપુરા , માનપુરા , ખારી – પાલડી , અસાણા , કુવાળા , વડીયા , અને રવેલ આ ગામોને લગતા સીમાડા હદમાં દારૂનું વેચાણ થવું જોઈએ નહી એવી વિનંતી છે જેવું લેખિત પત્ર દિયોદર પોલીસ કચેરી આપી રજુઆત કરી છે.

આ અંગે સરપંચે જણાવ્યું હતું કે, અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલ કે, પાંચ વર્ષથી બુટલેગરો દારૂનું વેચાણ કરાઈ રહ્યુ છતાં દારૂ પકડાતો નથી દારૂ પીનારને પકડવામાં આવે છે પણ બુટલેગર ત્યાં દારૂની રેડ પાડવામાં નથી આવતી જે દારૂ પકડવો જોઈએ. દારૂ પર પ્રતિબંધ થવો જોઈએ નહીંતર ઉપર લેવલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવમાં આવશે. ઘણા ખરા નાના છોકરાઓ દારૂના રવાડે ચડી ગયા છે મહિલાઓને એમના પતિ દારૂ પીને મારકૂટ કરતા હોઈ છે. દારૂના કારણે ખાવા પીવાનું કશું રહેતું નથી જેથી દારૂ પર તાત્કાલિક પ્રતિબંધ થાય એવી અમારી અપેક્ષા છે.