રાપરના આડેસરમાં ઇકો કાર રસ્તા વચ્ચે સળગી ઉઠતા ભાગદોડ મચી | In the direction of the rapper, the Echo car ran on fire in the middle of the road | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉનાળાની વ્યાપક ગરમી વચ્ચે મહત્તમ તાપમાનનો પારો પ્રતિદિન સતત વધી રહ્યો છે તેની સાથે આગજનીના બનાવોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં આજે એક જ દિવસમાં વાહનમાં આગ લાગવાની ત્રણ ઘટના બની હતી. આજે શનિવાર સાંજે રાપર તાલુકાના આદેસર ગામે ઇકો કારમા અચાનક આગ લાગી ઉઠી હતી. કોઈ કારણોસર લાગેલી આગથી કાર સળગી જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જોકે ગામના માર્ગ પરથી પસાર થતી કારમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. અલબત્ત સ્થાનિક લોકોએ પાણીના ટેન્કર વડે આગ પર કાબુ મેળવી વધુ નુકશાની અટકાવી હતી.

ઉનાળાના ભારે ગરમીભર્યા દિવસોમાં આગ લાગવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે શનિવારે ભુજના લોરીયા પાસે નમક પરિવહન કરતા ટ્રક ટ્રેલરમાં આગ લાગી હતી તો બપોરે અંજાર પાસે ખાનગી માલિકીની કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી જ્યારે સાંજના અરસામાં રાપરના આડેસરમાં રાધનપુર બાજુથી સામખીયાળી તરફ જતી ઇકો કાર કોઈ કારણોસર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. સદભાગ્યે ત્રણેય બનાવમાં વાહનમાં સવાર લોકોનો બચાવ થયો હતો. આડેસરમાં સ્થાનિક લોકોએ પાણીનું ટેન્કર બોલાંવી આગ બુઝાવી હતી.

Previous Post Next Post