જુનાગઢ2 કલાક પહેલા
- કૉપી લિંક
જૂનાગઢ ખલિલપુર રોડ પર આવેલ ધનલક્ષમી પાર્ક પાસે એક વૃધ્ધા એકલા બેઠા હોવાનો જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં જાણ કરતો કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની ગંભીરતા સાથે 181 ની જૂનાગઢની ટીમ ના ફરજ પરના કર્મચારી કાઉન્સેલર પ્રિયંકા ચાવડા ,કોન્સ્ટેબલ ઉજાલાબેન ખાણિયા અને પાઈલોટ અલ્પેશભાઈ સ્થળ પર દોડી ગયેલ અને વૃધ્ધાને મળીને સાંત્વના આપીને તેમનુ કાઉન્સેલીગ કરતા જાણવા મળેલ કે વૃધ્ધાની માનસિક સ્વસ્થ ન હોય વૃધ્ધા સાથે વાતચીત કરતા વૃધ્ધા એક જ વાત જણાવતા હોય કે તેમને ત્રણ દિકરા છે અને ભવનાથ તળેટીમાં હોટલ છે જેથી વૃધ્ધાને તેમના પરીવાર સાથે જવા માટે કહેતા વૄધ્ધા ગુસ્સે થઈને મારવા પણ દોડતા હતા જેથી વૃધ્ધાને તેમના ઘરે લઈ જવા માટે સ્થાનીક મહિલા પોલીસ કર્મચારીની મદદ લઈને ભવનાથ તળેટીમાં વૃધ્ધાને સાથે લઈ જઈ ને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પુછપરછ કરતા વૃધ્ધમાજીના સગા મળી આવતા તેમના પરપૌતર દિકરાને વૃધ્ધાને કબ્જો સોપેલ અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે વૃધ્ધાને તેઓ શોધતા હોય વૃધ્ધાને ભૂલવાની બિમારી હોય . તેમના પરિવાર સાથે મિલન કરાવતા. વૃધ્ધમાજીના પરિવારના સભ્યો એ 181 મહિલા હેલ્પલાઇનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.