Wednesday, May 31, 2023

જૂનાગઢના ઈવનગર ગામે દીકરીએ માતાની કરેલી હત્યા મામલે પોલીસે દીકરીના પ્રેમીની ધરપકડ કરી | In Junagadh's Evnagar village, the police arrested the daughter's lover in connection with the murder of the mother | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રેમમાં અંધ બનેલી પુત્રીએ જ જનેતાને મોતને ઘાટ ઉતારી હતી. આ હત્યાના બનાવને લઈ જુનાગઢ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી પરંતુ સીસીટીવી ફૂટેજ બંધ હોવાના કારણે આરોપીઓને પકડવા મુશ્કેલ હતા. જેથી પોલીસે પરિવારના સભ્યોની પૂછતા જ હાથ ધરી હતી ત્યારે શરૂઆતના સમયે મૃતક માતાની પુત્રી મીનાક્ષીની પૂછતા જ કરતા પોતે કંઈ પણ ન કર્યું હોવાનું કબૂલ્યું હતું ત્યારે જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા આ હત્યા મામલે વધુ એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે.મૃતકના પાડોશમાં જ રહેતા અને માતાની હત્યા કરનાર દીકરી મીનાક્ષીના પ્રેમી અમિત પરમાર નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછમાં પ્રેમિકાની મદદ કરનાર યુવક અમિત પરમાર એ કબૂલ્યું હતું કે એ રાતે મીનાક્ષી અને હું બંને મળ્યા હતા અને અમારા બંનેના પ્રેમની ખબર મીનાક્ષીની માતા દક્ષાબેનને પડી ગઈ હતી જેને લઇ દીકરી મીનાક્ષી એ તેની માતાને મારવાનું નક્કી કરેલ હતું અને અમિત પરમારે દીકરીને મારવાનું કહ્યું પોતે ઘરની બહાર ધ્યાન રાખવા ઉભો રહ્યા હોવાનું કબૂલ્યું હતું.

આ બાબતે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે ઈવનગર ગામે થયેલ મહિલાની હત્યામાં જુનાગઢ તાલુકા પોલીસ મૃતક દીકરી મીનાક્ષીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા તેમની પડોસમાં જ રહેતા અમિત પરમાર નામના યુવક સાથે યુવતીને પ્રેમ સંબંધ હોય અને આ યુવકે જ પ્રેમિકાની માતાને મારી નાખવા માટે દુષ્પ્રરણ કર્યું હોય જેને લઇ પાડોશી મીનાક્ષીના પ્રેમી અમિત પરમાર ની જુનાગઢ તાલુકા પોલીસે માતાને મારવા યુવતીની મદદગારીના ગુનામાં ધરપકડ કરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.