Tuesday, May 16, 2023

કુંજરાવમાં રાસનોલ દૂધ મંડળીના સેક્રેટરીની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવેલી લૂંટ મામલે ત્રણ યુવકો ઝડપાયા | In Kunjrao, three youths were arrested in connection with the robbery of the secretary of Rasnol Dudh Mandali by putting chilli flakes in his eyes. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Kunjrao, Three Youths Were Arrested In Connection With The Robbery Of The Secretary Of Rasnol Dudh Mandali By Putting Chilli Flakes In His Eyes.

આણંદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદના કુંજરાવ ગામની ખળી પાસે કેડીસીસી બેન્કમાંથી રાસનોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કેશીયર રૂ.એક લાખ લઇને જતા હતા તે સમયે બે શખસે આંખમાં ભુકી નાંખી તેમની પાસેથી રોકડા રૂ.એક લાખની સનસનીખેજ લૂંટ ચલાવી હતી. આ કેસમાં આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ ત્રણ શખસને દબોચી લીધા છે.

આણંદના રાસનોલ ગામમાં રહેતા બાબુભાઈ અંબાલાલ પરમાર રાસનોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કેશીયર તરીકે ફરજ બજાવે છે. તેઓ ડેરીના સભાસદોના દુધની રકમ ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક કુંજરાવ બ્રાન્ચ ખાતે જમા કરાવે છે,તેઓની ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં બેન્ક સાથી તરીકે પણ નિમણુંક થયેલી હોવાથી બેંકમાંથી દુધ મંડળીના સભાસદોને દુધનો પગાર ઉપાડ કરી માઈક્રો એટીએમ મારફતે ચુકવણી કરતાં રહે છે. દરમિયાનમાં 11મી મેના રોજ સભાસદોને પૈસા ચુકવવાના હોવાથી સાંજના રૂ.એક લાખનો ઉપાડ કરી એટીએમ સાથે રોકડ થેલામાં મુકી રાસનોલ ગામ તરફ જવા નિકળ્યાં હતાં.આ દરમ્યાન કુંજરાવના ત્રણ વડ આગળ એક અજાણ્યા શખસે હાથ ઉંચો કરી ઉભા રખાવ્યાં હતાં અને હાઈવે બાજુ જવાનો રસ્તો પુછતાં હતાં. તે સમયે અચાનક હાથમાંથી ભુકી જેવું નાંખતાં બાબુભાઈને દેખાતું બંધ થઇ ગયું હતું. આ તકનો લાભ લઇ બન્ને શખસ એક્ટીવામાં પગ પાસે રાખેલો રોકડ ભરેલો થેલો લૂંટી ભાગી ગયાં હતાં. આ સનસની ખેજ લૂંટમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમી આધારે સારસા ચોકડી ખાતે શકમંદને પકડ્યો હતો. તેની પુછપરછ કરતાં કુંજરાવ ખાતે પ્રજ્ઞેશ અને નિલેશ બેંક નજીક વોચમાં બેસી તથા જાવેદ મલેક, કિશને કુંજરાવ ત્રણ વડ ખાતે રોડ પર ઉભા રહી એક્ટીવા રોકી કિશને આંખમાં મરચાની ભુકી નાંખી પૈસાનો થેલો ઝુંટવી બાઇક પર બેસી ગયાં હતાં. આ કબુલાત આધારે એલસીબીએ જાવેદહુસેન ઇસાકમહંમદ મલેક (રહે. ત્રણોલ), પ્રજ્ઞેશ ઉર્ફે પીકે ઉર્ફે જાડીયો ભાઇલાલ ઠાકોર (રહે. ત્રણોલ) અને કિશન ઉર્ફે બુધો ફતેસીંગ ઉર્ફે ભદો ઠાકોર (રહે. સારસા)ની અટક કરી હતી. જ્યારે નિલેષ ઉર્ફે લાલો ભુપત રાઠોડ (રહે. કુંજરાવ)ની શોધખોળ હાથ ધરી છે. જોકે, પોલીસે રૂ.30,500 રોકડા, મોબાઇલ, બે બાઇક મળી કુ રૂ.72,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.