સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હાઇવે પર આવેલી બેથી ત્રણ દુકાનોમાં ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની હતી. જેમાં ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બેથી ત્રણ દુકાનોમા કાર ઘૂસી જતાં માલ સામાનને પણ વ્યાપક નુકશાન થયું હતુ.
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. અને એમાય વાહનોના ચાલક પોતાના વાહન બેફામ રીતે ચલાવી અને દરરોજ અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે અમદાવાદથી લીંબડી તરફ આવી રહેલી કારના ચાલકે પોતાના કાર ઉપરનો કાબુ ગુમાવી અને સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર સંભવનાથ પેટ્રોલ પંપ સામે આવેલી દુકાનમાં ઘૂસી ગઇ હતી. જેમાં દુકાનમાં કામ કરી રહેલા બેથી ત્રણ વ્યક્તિઓને ઇજા થતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી અને હાલમાં આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.