નર્મદા (રાજપીપળા)8 કલાક પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર અને વેચાણ માટે બુટલેગરો નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યાં છે. વિદેશી દારૂની હેરાફેરીમાં સગીર બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પકડાય તો એટલો મોટો ગુનો બને નહીં અને જલ્દી છૂટી જાય તાજેતરમાં તિલકવાડા પોલીસે આવા કિશોરને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં તિલકવાડા પોલીસે એક 17 વર્ષના સગીર વયના કિશોરને બાઈક પર અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા તિલકવાડા તાલુકાના કાળા ઘોડા ગામ પાસેથી ઝડપી પાડ્યો છે. આ કિશોર બાઈક ઉપર ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતિય રાજ્યના ઈંગ્લીશ દારૂના 48 નંગ કવાર્ટર જેની અંદાજિત કિંમત 4800 હશે. જે લઇને જતો હતો. જે પોલીસે બાઈક સાથે તેને ઝડપી 44,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે તેની પાછળ બેઠલા 19 વર્ષીય અંકુશ વાલજી વસાવા જે નાંદોદના વેરીસાલપુરા રહે છે. જે પોલીસને ચમકો આપી ફરાર થઇ ગયો છે અને આ કિશોર પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જોકે આ કિશોરની વધુ પુછપરછ કરવા માટે આ બાળ કિશોરને ડીટેઈન કરી સ્પેશ્યલ જુવેનાઈલ કસ્ટડીમાં રાખવામાં આવેલો છે. કેમ,કે આવા કેટલા કિશોરોનો આ બુટલેગરો ઉપયોગ કરે છે. અને કેમ આટળી નાની ઉંમરે આવો ધંધો કરવો પડે છે. જે તમામ બાબતો પર પોલીસે તાપસ કરશે. જ્યારે નાશી ગયેલા અંકુશ વસાવાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.