Header Ads

રાજકોટમાં સગીર પ્રેમીના માતા-પિતાએ લગ્નનો ઇન્કાર કરતા સગીરા ટ્રેનના પાટા પર અંતિમ પગલું ભરવા પહોંચી | In Rajkot, minor lover's parents denying marriage, minor reaches the train tracks to take the last step | Times Of Ahmedabad

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં આજ રોજ એક સગીરા આત્મ હત્યાની કોશિશ કરતી હોવાનો કોલ જાગૃત નાગરિક દ્વારા મહિલા અભયમમાં કરવામાં આવ્યો હતો. 181 મહિલા અભયમ ખાતે કોલ આવતા ટિમ સગીરાની મદદે પહોંચી હતી જ્યાં એક યુવતી ટ્રેનના પાટા નજીક જઈને મરવાની કોશિશ કરી રહી હતી જેનું કાઉન્સેલિંગ કરી બાદમાં બચાવ કરવામાં આવ્યો હતો.

યુવકના માતા યુવતીને પસંદ કરતા નથી
મહિલા અભયમ ટીમને જાણ થતાની સાથે ઘટના સ્થળે ટિમ તાત્કાલિક દોડી ગયી હતી અને યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. યુવતીના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે યુવતીની ઉંમર 17 વર્ષ છે તેને એક યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી પ્રેમ સંબંધ છે તે યુવતી તે યુવક સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ યુવકના ઘરેથી મનાઈ કરેલ કારણ કે યુવકની ઉંમર 15 વર્ષ છે તથા યુવકના માતા યુવતીને પસંદ કરતા નથી.

પ્રેમ એક આકર્ષણ છે
યુવતીની આ જીદના કારણે યુવતીના પરિવારના લોકો પરેશાન હતા યુવતીનું કાઉન્સેલર વૈશાલીબેન દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવેલ તેને કાયદાની સમજ આપતા સમજાવેલ કે લગ્ન માટે 18 વર્ષની ઉંમર યુવતીઓની હોવી જરૂરી છે તથા પુરુષની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે. અત્યારની ઉંમર ભણાવાની અને જીવનમા કઈક બનવાની ઉંમર છે અને અત્યારનો પ્રેમ એક આકર્ષણ છે. આ સાથે તેમની માતાનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે 13 થી 19 વર્ષની ઉંમર હોર્મોનસ બદલતા હોવાથી છોકરા-છોકરી આકર્ષિત થતાં હોય તેથી તમે એક માતા તરીકે તમારી દીકરીને વધુમાં વધુ પ્રેમ આપો તથા તેની સહેલી તરીકે તેને સમજો.જિંદગી કેટલી અનમોલ છે તે સમજાવેલ જેથી સગીરા હવે પછી આત્મહત્યા કરવાનું વિચારશે નહીં તેવું જણાવ્યું હતું. સગીરાના પરિવારજનો દ્વારા સભ્યોએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Powered by Blogger.