- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot, Nanand Scolded The Married Woman Saying ‘You Are Not My Name, You Have Come After Seeing My Brother’s Job’, A Case Has Been Filed.
રાજકોટ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગણેશ કોમ્પ્લેક્સમાં રહેતા પરિણીતાએ ફરિયાદમાં અમરેલી રહેતા પતિ દેવેન્દ્રકુમાર નરભેરામભાઇ જોષી, વિમળાબેન નરભેરામભાઇ જોષી, વિપુલભાઇ નરભેરામભાઇ જોષી, અનંતભાઇ નરભેરામભાઇ જોષી અને જીજ્ઞાબેન નરભેરામભાઇ જોષી વિરુદ્ધ મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી હતી.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા માવતરના ઘરે છેલ્લા 3 વર્ષથી રહું છું. મારે સંતાનમા એક દિકરી છે. લગ્ન બાદ સંયુક્ત પરિવારમા રહેતા હતા. લગ્નના બે ત્રણ મહીના બાદ મારા સાસુ નાની નાની બાબતે કચકચ કરતા અને ઘરકામ બાબતે મને કહેતા કે તને રસોઈ નથી આવડતી અને મારે મારા સાસુ આપે તેટલું જ મારે રાંધવાનું અને મારા સાસુ મને થાળીમા જેટલું જમવાનું આપે તેટલુ જ મારે જમવાનું મારે વધારે ખાવુ હોઇ તો પણ મારા સાસુ મને આપતા નહી અને આ રીતે મને ત્રાસ આપતા તેમજ મારી નણંદ પણ મારા પર છુટા વાસણના ઘા કરતી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, મારા નણંદ મને મેંણા મારી કહેતા કે તુ એમનેમ નથી આવી મારા ભાઇની નોકરી જોઇને આવી છે. આવુ અવાર નવાર સંભળાવીને મને ત્રાસ આપતા તેમજ મારા દિયર પણ મારા પતિને અમારા વિરુદ્ધમાં ચઢામણી કરતા હતા કે તારી પત્ની તારા મીત્રો સાથે હાથ મીલાવીને વાતો અને મજાક કરે છે. પતિ પણ મારા ઉપર વહેમ શંકાઓ કરતા અને નાની નાની બાબતે મારી સાથે માથાકુટ કરી ઝઘડો કરતા અને હું પ્રેગનેન્ટ હોવ ત્યારે સાસું મને કશું ખાવા આપતા નહી અને બધે તાળા મારીને રાખતા અને મને હોસ્પિટલે દવા લેવા જવા માટે પણ જવા દેતા નહી.
એટલું જ નહિ મારા જેઠ પણ હું જયારે પ્રેગનેન્સી દરમીયાન ઘરમા પોતા કરતી ત્યારે મારી મજાક ઉડાળતા અને ઘરના બધા સભ્યોને બોલાવી અને મારી ઉપર હસતા અને મને એ રીતે અવાર નાવાર નીચા દેખાડવાની કોશીશ કરતા હતા. બાદમાં મારા શ્રીમંત સમયથી મારા માવતરના ઘરે જ છુ અને મારી ડીલેવરી વખતે મારા સાસરીયા આવેલ પરંતુ દિકરીનો જન્મ થતા તેનું મોઢુ જોયા વગરના ચાલ્યા ગયેલ અને છઠીમા મારા પતિ આવેલ ત્યારે મારી સાથે ઝઘડો કરેલ અને મારા માવતરના ઘરનુ પાણી પણ પીધેલ નહી અને ચાલ્યા ગયા હતા.
બાદમાં મે કોર્ટ રાહે ભરણ પોષણ તેમજ ડોમેસ્ટીકનો કેસ કરેલ છે. પતિ મને કહેતા હોય કે હું પોલીસમાં ASI તરીકે ફરજ બજાવું છુ મારૂ કોઈ કંઈ બગાડી શકસે નહી તેવુ કહી મારી સાથે પતિ અવાર નવાર ઝઘડો કરતા જે મામલે મહિલા પોલીસમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું. જેથી હાલ મહિલા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.