રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસ્વીર
રાજકોટ શહેરમાં મામાના ઘરે રહેતી સગીરાને તેના મામાનો મિત્ર વારંવાર સ્કૂલે જતા સમયે પાછળ જઇ છેડતી કરી ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા સગીરાએ આરોપી નિકુંજ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોબાઈલ નંબર એક ચિઠ્ઠીમા લખીને આપ્યો
રાજકોટમાં મામાના ઘરે રહેતી 16 વર્ષની સગીરા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાધુવાસવાણી ગર્લ્સ હાઇસ્કુલમા ધોરણ 11માં અભ્યાસ કરૂ છુ. મારે એક મોટી બહેન પણ છે. મારા મમ્મી આજથી ચારેક વર્ષ પહેલા ગુજરી ગયા છે. મારા મામાના મિત્ર નિકુંજ ભરતભાઇ સોલંકી જેઓ અમારા ઘરે અવારનવાર આવતા હતા. જેથી મારે આ નિકુંજ ભરતભાઇ સોલંકી સાથે મિત્રતાનો સબંધ હતો. આજથી ચારેક મહિના પહેલા આ નિકુંજ ભરતભાઇ સોલંકી મારા ઘરે આવ્યા અને તેણે મને તેનો મોબાઈલ નંબર એક ચિઠ્ઠીમા લખીને આપ્યો અને કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરીશું. જેથી અમે બંને ફ્રેન્ડ તરીકે વાત કરતા હતા. ત્યારબાદ એકાદ મહિના સુધી અમે બંને ફ્રેન્ડ તરીકે ફોનમાં વાત કરતા હતા.
મારો હાથ પકડીને મારી સાથે ગેરવર્તન કર્યું
આજથી ત્રણેક મહિના પહેલા સાંજના સાતેક વાગ્યે આ નિકુંજ સોલંકીના મોબાઈલ નંબર ઉપરથી મને ફોન આવ્યો અને કહ્યું હતું કે, તું મને તારા ઘરની પાછળ આવેલી ઇન્ડિયન પાર્ક વાળી શેરીમાં મળવા માટે આવ જેથી મેં ના પાડતા આ નિકુંજ મને કહેવા લાગ્યો કે તું મળવા નહી આવે તો આપણે બંને ફોનમાં વાત કરીએ છીએ તેની જાણ તારા પરીવારને કરી દઇશ. જેથી હું ડરી જતા હું આ નિકુંજ સોલંકીને અમારા ઘરની પાછળ આવેલી ઇન્ડિયન પાર્ક વાળી શેરીમાં મળવા માટે ગઇ હતી. ત્યારે આ નિકુંજ ભરતભાઇ સોલંકીએ મારી મરજી વિરુદ્ધ મારા તથા તેના સેલ્ફી ફોટા તેના ફોનમાં પાડ્યા હતા અને તે મારો હાથ પકડીને મારી સાથે ગેરવર્તન કરવા લાગ્યો જેથી મેં તેને આમ નહી કરવાનું કહેતા નિકુંજ સોલંકી મને કહેવા લાગ્યો કે તું મારી સાથે સંબંધ નહી રાખે તો મારા ફોનમાં રહેલા તારા ફોટા હું સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઇશ તેમ કહીં મને ધમકી આપવા લાગ્યો જેથી હું ડરી જતા હું ત્યાંથી જતી રહી હતી.
સગીરાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી
આ પછી આજથી આશરે દોઢેક મહિના પહેલા હું મારી સાઇકલ લઇને જતી હતી. ત્યારે આ નિકુંજ સોલંકી મારી પાછળ આવતો અને સાધુ વાસવાણી રોડ ઉપર મને કહેતો કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. તેમ કહી મારો હાથ પકડી લીધેલ હતો જેથી મેં ના પાડવા છતા પણ નિકુંજ સોલંકી માનતો ન હતો અને અવારનવાર મારી પાછળ આવીને મારી છેડતી કરતો હતો. જેથી મેં આ બાબતેની વાત મેં મારા મામા મેહુલભાઇ જેઠવાને કરી અને કહ્યું હતું કે તમારો મિત્ર નિકુંજ ભરતભાઇ સોલંકી મને હેરાન પરેશાન કરે છે અને કહે છે કે તું મારી સાથે વાત નહી કરે તો હું તારા ફોટા વાઇરલ કરી દઇશ અને હું સ્કૂલે જાવ ત્યારે આ નિકુંજ મારો હાથ પકડીને મારી છેડતી કરે છે.
મારી સાથે પરાણે મિત્રતા રાખવા દબાણ કરતો
મારા મામા મેહુલભાઇ જેઠવાએ આ નિકુંજ સોલંકીના પિતા તેમજ તેના ભાઇ કિંજલને બોલાવીને આ બાબતેની વાત કરી હતી અને આ નિકુંજના પિતા ભરતભાઇ સોલંકીએ અમને કહ્યું હતું કે, હવે પછી આવું નહી થાય. તેમ કહેતા આ બાબતે અમારે ઘરમેળે સમાધાન થઇ ગયું હતું. બાદ છેલ્લા પંદરેક દિવસથી આ નિકુંજ ભરતભાઇ સોલંકી મારા ફોનમા ફોન કરી મને વારંવાર ધમકીઓ આપવા લાગ્યો કે તું મારી સાથે વાત નહી કરે તો હું તારા ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઇશ. જેથી મને ડર લાગતા ફરીવાર મેં મારા મામા મેહુલભાઇ જેઠવાને આ વાત કરી હતી અને તેમણે ફરીવાર આ બાબતે સમાધાન કરાવ્યા બાદ પણ નીકુંજ મને અવાર-નવાર હેરાન કરતો હતો જેથી આ નીકુંજ ભરતભાઇ સોલંકી મારી સાથે પરાણે મિત્રતા રાખવા દબાણ કરી અગાઉ તેના ફોનમાં અમારા ફોટા પાડેલા હોય તે વાઇરલ કરવાની ધમકી આપી મારો હાથ પકડી મારી છેડતી કરી ત્યારે મારી પાછળ પાછળ આવી મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહી મારો હાથ પકડી છેડતી કરી હોય તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.
હાલ યુનિવર્સીટી પોલીસે નિકુંજ સોલંકી વિરુદ્ધ આઇપીસી કલમ 354 (ડી) 1, 506 તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ 12 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કર્યવાહી હાથ ધરી છે.