રાજકોટની એ.જી.સોસા.માં મંદિર પાસે બાળકને વાંદરાએ બચકું ભરતા લોહીલુહાણ, અંતે ઝૂની ટીમ બેભાન કરીને લઈ ગઈ | In Rajkot's A.G. Sosa, a baby was taken away by a zoo team after being mauled by a monkey, bloodied, and unconscious. | Times Of Ahmedabad

રાજકોટ6 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરનાં પોષ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં એ.જી. સોસાયટી નજીક આજે બપોરે અચાનક એક વાનર આવી ચડ્યો હતો. અને મંદિર પાસે રમી રહેલા સાત વર્ષના બાળકનાં પગમાં બચકું ભરી લેતા તે બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. બાદમાં વાનર નજીકમાં આવેલા એક મંદિરમાં ઘુસી જતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે આ અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા પ્રદ્યુમન પાર્ક ઝૂની ટીમો દોડી ગઈ હતી. અને આ વાનરને બેભાન કરી મહામહેનતે ઝૂ ખાતે ખસેડાયો હતો.

વાનર મંદિરની અંદર પુરાઈ ગયો
પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરના સમયે શહેરની એ.જી. સોસાયટી નજીક એક વાનર આવી ગયો હતો. અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરની નજીક રમતા સાત વર્ષના સચિન નામના બાળકને પગમાં બટકું ભર્યું હતું. જોકે બાળકે બુમાબુમ કરતા વાનર મંદિર અંદર પુરાઈ ગયો હતો. આ અંગે જાણ થતાં સ્થાનિકો દોડી ગયા હતા. તેમજ સ્થાનિકો દ્વારા લોહીલુહાણ હાલતમાં રહેલા સચિનને સારવાર માટે ખસેડી પ્રદ્યુમન પાર્ક ઝૂને જાણ કરવામાં આવી હતી.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારો પણ આવી પહોંચ્યા
ઘટના અંગેની જાણ થતા પ્રદ્યુમન પાર્ક ઝૂનાં ડો. હિરપરા તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ મહામહેનતે વાનરને બેભાન કરી રેસ્ક્યુ કર્યો હતો. અને આ વાનરને પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે અતિશય પોષ ગણાતા આ વિસ્તારમાં અચાનક વાનર ક્યાંથી આવ્યો તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ સમયસર તેને રેસ્ક્યુ કરાતા સોસાયટીના રહીશોએ મનપાનાં અધિકારી હિરપરા અને તેમની ટીમ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમની કામગીરીને બિરદાવી હતી.

Previous Post Next Post