Wednesday, May 17, 2023

અમદાવાદમાં સોસાયટીની મિટિંગમાં નશામાં ધૂત શખ્સે બોલાચાલી કરી સ્થાનિકો સાથે મારામારી કરી | In Sosa's meeting in Sola in Ahmedabad, drunken men brawled with locals. | Times Of Ahmedabad

અમદાવાદ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સોસાયટીઓમાં થતા વિવાદો કેટલીક વખત મોટું સ્વરૂપ ધારણ કરતાં હોય છે. ત્યારે અમદાવાદમાં એક સોસાયટીમાં સભ્યોની મિટિંગ ચાલી રહી હતી.આ દરમિયાન સોસાયટીના બીજા વિભાગના સભ્ય દારૂનો નશો કરીને આવ્યા હતા અને તેમની સાથે એક માણસ પણ આવ્યો હતો.જેથી સ્થાનિકે ‘તમે કેમ આવ્યા છો એવો સવાલ કરતાં જ તે ઉશ્કેરાયો હતો અને ‘રોજ પીને આવીશ,થાય તે કરી લો’ તેમ કહીને સ્થાનિકો સાથે મારામારી કરી હતી.

બે ભાગ પડી ગયા છે
આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે સોલા બ્રિજ પાસે આવેલા આસ્થા બંગ્લોઝમાં રહેતા ગોવિંદભાઈ પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના બે વિભાગ પડી ગયાં છે. જેથી અમારા વિભાગના સભ્યોને આવેલી લીગલ નોટીસ સંદર્ભે સોસાયટીના ચેરમેન અને અન્ય સભ્યોની કોમન પ્લોટમાં મીટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન અમારી સોસાયટીના બીજા વિભાગમાં રહેતા ઉપેન્દ્રભાઈ પટેલ દારૂ પીને અમારી મીટિંગમાં એક માણસને સાથે રાખીને આવીને બેસી ગયા હતાં.

અહીંયાંથી નહીં જાઉ
ફરિયાદી ગોવિંદભાઈએ તેમને કહ્યું હતું કે, આ અમારા વિભાગની મિટિંગ છે તો તમે કેમ આવ્યાં છો’ એમ કહીને તેમને જતા રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ ઉપેન્દ્રભાઈ નશો કરીને આવ્યા હોવાથી તેમણે કહ્યું હતું કે, મારી પાસે પરમીટ છે અને હું રોજ પીવું છું અને રોજ પીને આવીશ અને અહીંયા બેસીશ તમારાથી થાય તે કરી લો. તેમની સાથે આવેલા માણસને કહેતા તેણે પણ કહ્યું હતું કે, હું ઉપેન્દ્રભાઈ સાથે આવ્યો છું અને અહીંયાંથી નહીં જાઉ. ઉપેન્દ્રભાઈ આ બોલાચાલીમાં ઉશ્કેરાયા હતાં અને ફરિયાદીના ગાલે લાફો મારી દીધો હતો. ત્યાર બાદ તેમના માણસે પણ માર માર્યો હતો. ગોવિંદભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.