સુરતમાં બાગેશ્વર બાબાના સમર્થનમાં કહ્યું:'હિન્દુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા કરે, તેનો વિરોધ થવો ન જોઈએ' | In Surat, Bageshwar Baba said in support: 'If a religious program is held in the country of Hindus, it should not be opposed'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Bageshwar Baba Said In Support: ‘If A Religious Program Is Held In The Country Of Hindus, It Should Not Be Opposed’.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયા શનિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે મોડી વેડ ગામમાં ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં હાજારી આપી હતી. સતત વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા પ્રવીણ તોગડીયાએ આ તકે BJPના સુરમાં સુર પુરાવ્યો હતો અને ગુજરાતમાં યોજાનાર બાગેશ્વર બાબાના કાર્યક્ર્મને લઈને દિવ્યભાસ્કરને જણાવ્યુ હતું કે, આ દેશમાં ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા કરે છે. ત્યારે હિન્દુ રાષ્ટ્રના ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોમેન્ટ કરવી નહીં અને તેનો વિરોધ પણ થવો ન જોઈએ’

દિવ્ય દરબારને ધાર્મિક કાર્યક્રમ ગણાવ્યો
નોધનીય છે કે આગામી તારીખ 26 અને 27મેના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ખાતે આવી રહ્યા છે. અને શહેરના લિંબાયત વિસ્તારમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં બાબાના કાર્યક્રમનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સુરતમાં આવ્યા હતા. અને તેમણે બાગેશ્વરના દિવ્ય દરબારને ધાર્મિક કાર્યક્રમ ગણાવ્યો હતો.

મોડી વેડ ગામમાં ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં હાજારી આપી હતી

મોડી વેડ ગામમાં ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં હાજારી આપી હતી

આ હિન્દુઓનો દેશ છે
પ્રવીણ તોગડિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ‘કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોઈ પણ કોમેન્ટ કરવી ન જોઈએ. આ હિન્દુઓનો દેશ છે. ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા કરે છે.’આ ઉપરાંત બાગેશ્વર બાબાના ચમત્કાર વિશે પ્રશ્ન કરતાં પૂછતા તેમણે એક જ વાતનું રટણ કર્યું હતું કે, ‘કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોમેન્ટ કરવી નહીં આ હિન્દુઓનો દેશ છે અને અહિયાં ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા કરે અને તે ચાલતા જ રહેવાના છે.’

આગામી તારીખ 26 અને 27મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ખાતે આવી રહ્યા છે.

આગામી તારીખ 26 અને 27મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ખાતે આવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે છેડો ફાડયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરનાર પ્રવીણ તોગડીયા સમયાંતરે વિવાદિત અને હિન્દુ પ્રેરિત ઉગ્ર નિવેદનો આપતા રહે છે. ઘણી વખત તો તેમના પ્રત્યે સરકાર સામેની નારાજગી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ હવે હિન્દુ રાષ્ટ્રની વાત કરનારા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત અને ગુજરાતના વિવિધ કાર્યક્રમો અંગે BJPના સૂરમાં સૂર પુરાવ્યો હતો.