લીંબડી હોટલના ટી સ્પોટમાં બપોરના સમયે આગ લાગતા ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ | In the tea spot of Limbdi hotel, all the items including the furniture were burnt during the afternoon. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસેની એક હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ લાગી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. ત્યારે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

લીંબડી રાજકોટ હાઇવે પર લીંબડીથી ચાર કિલોમીટર દૂર છાલીયા તળાવ પાસે એલએફએમ નામની હોટલ આવેલી છે. જ્યાં બપોરના સમયે આ હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે થોડીવારમાં જ આ ભયાવહ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલનો તમામ સ્ટાફ અને આજુબાજુના લોકોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ બુઝાવવા પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો.

અને બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ હોટલ માલિક અને સ્ટાફની નજર સામેં જ બળીને ખાખ થઇ જતા હોટલ માલિકને મોટું નુકશાન પહોંચ્યું હતુ. ત્યારે કદાચ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદભાગ્યે હોટલના ટી સ્પોટમાં લાગેલી આ આગમાં કોઇ જાનહાની થવા પામી નહોંતી. બાદમાં હોટલના માલિક અને સ્ટાફ દ્વારા આ આગની ઘટના બાબતે લીંબડી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. લીંબડી રાજકોટ હાઈવે પરની હોટલમાં લાગેલી આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Previous Post Next Post