વડોદરામાં રિક્ષાચાલકોએ વ્યંઢળો પર પટ્ટા અને પથ્થરોથી હુમલો કર્યો, એકનું માથુ ફાટી ગયું, પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ કર્યો | In Vadodara, rickshaw pullers attack eunuchs with belts and stones, one's head split open, protesting police inaction | Times Of Ahmedabad

વડોદરા34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વિરોધ કરી રહેલા કિન્નરો. - Divya Bhaskar

વિરોધ કરી રહેલા કિન્નરો.

વડોદરામાં બે છોકરાઓ અને રિક્ષાચાલકોએ મળીને કિન્નરોને પથ્થર અને પટ્ટાથી માર મારતા આજે કિન્નરોએએ સયાજીગંજ પોલીસ સ્ટેશનને માથે લીધુ હતું અને પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કિન્નરો સયાજીગંજ પોલીસ સ્ટેશન બહાર જ અડિંગો જમાવ્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં લોક ટોળા એકત્રિત થઇ ગયા હતા. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે કિન્નરોએ અરજી આપી હતી. જેને લઈને રિક્ષાચાલકોની શોધખોળ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

મને લાત મારીને નીચે પાડી દીધી
કિન્નર અવનીકુંવર આરોહીકુવરે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા રેલવે સ્ટેશન પાસે અમે માંગીને આવ્યા હતા અને પૈસા ગણતા હતા. આ સમયે બે છોકરા આવ્યા હતા. અમારી બે માસીઓને તેઓએ કહ્યું હતું કે, તમે તમે લોકો ડુપ્લિકેટ છો અને માસીને એક ઝાપટ મારીને તેઓ ભાગી ગયા હતા. થોડીવાર પછી અમે 6 માસીઓ માંગીને આવ્યા હતા અને ત્યાં બેઠા હતા. આ સમયે એક છોકરો ફરીથી ત્યાં આવ્યો હતો. જેથી મેં તેને પકડ્યો હતો અને પૂછ્યુ હતું કે, તું અમને કેમ ડુપ્લિકેટ કહે છે?, તું કોણ છે આવુ બોલવાવાળો? હું મુસ્લિમ છું, તેમ કહીને તેને મને એક લાત મારી દીધી હતી, જેથી હું નીચે પડી ગઈ હતી.

પથ્થરો અને પટ્ટાથી માર માર્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે સ્ટેશન પરના અને નવાયાર્ડના રિક્ષાવાળાઓ ડોલ અને ટેબલ ઉઠાવીને મારવા લાગ્યા હતા. જેથી અમે બે માસીઓ પોલીસ ચોકી બાજુ ભાગ્યા અને બે માસીઓ પીવીઆર મોલ એ બાજુ ભાગી ગયા હતા. ડેપ પાસેના પીવીઆર મોલ પાસે એક માસીને માથા પર પથ્થર માર્યો હતો. જેથી માસીનું માથું ફાટી ગયું છે અને બે ટાંકા આવ્યા છે અને એક એક માસીને પેટ્રોલ પંપ પાસે પટ્ટાથી મારી હતી.

અમે અરજી આપી છે
તેઓએ ઉમેર્યું હતું કે, અમે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી આપી છે, તો તેઓએ કહ્યું હતું કે, કાલે અમારા મોટા સાહેબ કાલે આવશે પછી આ મામલે તપાસ કરશે. આ મામલે સીસીટીવી ફૂટેજ કઢાવીને તપાસ કરીશું. અમે બે દિવસ પછી આજે આવ્યા છીએ, તો કહે છે કે, સાહેબ નથી, જેથી અમે કહ્યું હતું કે, સાહેબને બોલાવો તો કહ્યું હતું કે, સાહેબ નથી.

પોલીસે આવા લોકોને પકડવા જોઇએ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અહીં જે ડુપ્લિકેટ કિન્નર ઉભા રહે છે, તેને પકડતા નથી અને અમારી અત્યાચાર થાય છે અને પેલા છોકરાઓ અમને મારવાની ધમકીઓ આપે છે, કોઇ માસી મરી જશે તો કોણ જવાબદારી લેશે. રિક્ષાચાલકોને કેમ પકડતા નથી? અમે છોકરાઓને ઓળખતા નથી. પોલીસે આ લોકોને પકડવા જોઈએ.

અમે તપાસ શરૂ કરી છેઃપીઆઇ
સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે કિન્નરોએ એક અરજી આપી હતી. જેને લઈને અમે તપાસ શરૂ કરી છે. અમે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આજે કિન્નરો રજૂઆત કરવા માટે આવ્યા હતા.