વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણના ઓડર આપવામાં આવ્યાં હતા. જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા આરોગ્ય વિભાગના 77 પૈકી 75 કર્મચારીઓને મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરી ઓડર આપવામાં આવ્યાં હતા. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે નિવૃત થતા કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. નિવૃત્તિ નજીક આવતા કર્મચારીઓના પેંશનના કામો પણ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 77 કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર અરજીઓ આવી હતી. વલસાડ DDOના પ્રયાસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગના 77 કર્મચારીઓ પૈકી 75 કર્મચારીઓના મળવા પાત્ર છેલ્લા ઉચ્ચતર પગાર ધોરણના ઓડર આજે આપવામાં આવ્યા હતા. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જિલ્લા આરોગ્ય વિભાગમાં ટૂંક સમયમાં નિવૃત થનાર કર્મચારીઓના પેંશનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા અને કર્મચારીઓના નિવૃત્તિ સમયે પેંશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં પ્રથમ વખત એક સાથે 75 કર્મચારીઓને એક સાથે ઉચ્ચતર પગાર ધોરણ આપવાના ઓડર જાહેર કરવામાં આવ્યો હોવાની પ્રથમ ઘટના બની હોવાનું CDHOએ જણાવ્યું હતું. સાથે જિલ્લા કલેકટરની સૂચના અને આદેશ અનુસાર DDOએ તાત્કાલિક આદેશ કરવામાં આવ્યો હતો.