ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ | Inauguration of new Divisional Power Office at Dharampur by Kanubhai Desai, Minister of State for Finance, Energy and Petrochemicals | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Inauguration Of New Divisional Power Office At Dharampur By Kanubhai Desai, Minister Of State For Finance, Energy And Petrochemicals

વલસાડ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, સુથારપાડા અને નાનાપોંઢા સહિતના વિસ્તારો વાપીથી 50 કિમીથી વધુ દૂર હોવાને કારણે વીજ ગ્રાહકોને અગવડતા પડતી હતી જેથી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયાસોથી ભૌગોલિક અનુકૂળતા માટે વાપી અને વલસાડ ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરી નવી વિભાગીય કચેરી ધરમપુરમાં મંજૂર કરવામાં આવી છે. જેનું ઉદઘાટન તા. 6ઠ્ઠી મે 2023ના શનિવારે રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરમપુર ફાયર સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું. આ નવી વિભાગીય કચેરી કાર્યરત થવાથી 272 ગામના 1,42,194 ગ્રાહકોને સીધો ફાયદો થશે.

આ પ્રસંગે સમારંભના ઉદઘાટક અને રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આપણા વિસ્તારના વીજ ગ્રાહકો સમયસર વીજ બિલ ભરે છે. જેના કારણે ઓછામાં ઓછો વીજ લોસ દક્ષિણ ગુજરાતમાં છે. જેથી આપણો વિસ્તાર આદર્શ વીજ ગ્રાહક ધરાવતો વિસ્તાર બન્યો છે. વલસાડ જિલ્લાના ધારાસભ્યો પણ પ્રજાહિતના કામો અંગે સતત ફોલોઅપ લેતા હોવાથી તેમનો ફાળો વિશેષ છે. ઘણીવાર જમીનના કારણે સબ સ્ટેશનોનો કામ પેન્ડિંગ રહેતા હોય છે પરંતુ વલસાડ જિલ્લા વહીવટી તંત્રની અસરકારક કામગીરીને પગલે હવે કોઈ કામ બાકી રહ્યા નથી.

તમામના સંકલન અને સાથ સહકારથી વર્ષોથી જે કામો પેન્ડિંગ હતા તે પરીપૂર્ણ કરવામાં સફળતા મળી છે. વધુ મંત્રીએ ધરમપુર સ્થતિ નવી કચેરીના લોકાર્પણથી થનારા ફાયદા અંગે જણાવ્યું કે, વાપી ગ્રામ્ય વિભાગીય કચેરીનો વિસ્તાર 2,252.67 ચો.કિ.મી. માંથી 1719.05 ચો.કિ.મી. ઘટીને 533.62 ચો.કિ.મી થશે. ગામની સંખ્યા 321માંથી 250 ઘટીને 71 થશે અને ગ્રાહકોની સંખ્યા 3,29,176માંથી 1,18,282 ઘટીને 2,10,894 થશે. આ જ રીતે વલસાડ ગ્રામ્ય વિભાગીય કચેરીનો વિસ્તાર 1182.18 ચો.કિ.મી.માંથી 128.19 ચો.કિ.મી ઘટીને 1054.99 ચો.કિ.મી. થશે. ગામની સંખ્યા 144માંથી 22 ઘટીને 122 થશે અને ગ્રાહકોની સંખ્યા 1,54,573માંથી 23912 ઘટીને 1,30,661 થશે. વલસાડ અને વાપીની બંને કચેરીમાંથી વિસ્તાર, ગામડા અને ગ્રાહકોની સંખ્યાનું વિભાજન કરાતા ધરમપુરની નવી વિભાગીય કચેરીનો વિસ્તાર 1,847.24 ચો.કિ.મી., ગામની સંખ્યા 272 અને ગ્રાહકોની સંખ્યા 1,,42,174 થશે. જેથી નવી કચેરી બનવાથી ધરમપુરના લોકોને તો ફાયદો થશે જ પરંતુ સાથે સાથે વલસાડ અને વાપીની કચેરીમાંથી કામનું ભારણ ઓછુ થવાથી વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળશે. ધરમપુર સહિત જિલ્લાની નગરપાલિકા વિસ્તારોમાં ઓવરહેડ H T લાઈનોનું અંડર ગ્રાઉન્ડમાં રૂપાંતરણની કામગીરી પણ પૂર્ણતાને આરે છે. જેથી શહેરી વિસ્તારના ગ્રાહકોને ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળવાથી વિકાસને વધુ વેગ મળશે. ધરમપુર ખાતે મીટર ટેસ્ટીંગ લેબોરેટરી શરૂ થવાથી ગ્રાહકોને વીજ મીટરને લગતી ફરિયાદોનું નિવારણ વાપીના બદલે ધરમપુરમાં જ થઈ જશે.

સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓને 24 કલાક વીજ પુરવઠાથી ઝળહળતા કર્યા છે. આપણા જિલ્લામાં પણ વીજળીને લગતી હવે કોઈ સમસ્યા રહી નથી. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, આ નવી વિભાગીય કચેરી ચાલુ થવાથી વલસાડના રોણવેલ પોકેટના લોકોને પણ ફાયદો થશે. વીજ કંપનીને લગતા અનેક પ્રશ્નોનું કનુભાઈ દેસાઈના પ્રયાસ થકી નિવારણ આવ્યુ છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, ઘણા સમયથી વિભાગીય કચેરીની માંગ હતી જે આજે પૂર્ણ થઈ છે. જેનાથી અંતરિયાળ ગામડામાં ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલી દૂર થશે. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ધરમપુર વિભાગીય કચેરીમાં ધરમપુર-1, ધરમપુર-2, નાનાપોંઢા, કપરાડા, સુથારપાડા અને રોણવેલ મળી કુલ 6 પેટા વિભાગીય કચેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કનુભાઈના સફળ પ્રયત્નોથી 8 થી 10 ગામ વચ્ચે એક સબ સ્ટેશન બન્યા છે. જેથી લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે. આ નવી કચેરીથી ધરમપુર અને કપરાડાના વીજ ગ્રાહકોના નાણાં અને સમયનો બચાવ થશે. સાથે H T ગ્રાહકોને વીજ બીલની ચૂકવણીમાં સરળતા રહેશે.

સ્વાગત પ્રવચન DGVCLની સુરત કોર્પોરેટ ઓફિસરના ચીફ એન્જિનિયર એચ.આર.શાહે કર્યું હતું. જ્યારે આભારવિધિ વીજ કંપનીની વલસાડ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર પી.જી.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડ વીજ કંપનીના ડેપ્યુટી અન્જિનિયર અનિલ કે.પટેલે કર્યુ હતું. ધરમપુરની નવી વિભાગીય કચેરીનો વાર્ષિક વધારાનો ખર્ચ રૂ. 2.44 કરોડ થશે.

આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કમલેશ ઠાકોર, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાંવિત, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહન ગરેલ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરી(આઈ.એ.એસ.), વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, મામલતદાર એફ.બી.વસાવા, ધરમપુર વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર બેલાબેન જેટલી, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વલસાડ જિલ્લા સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ધરમપુર તાલુકા સંગઠન મહામંત્રી ધનેશ ચૌધરી, જિલ્લા સંગઠનના કોષાધ્યક્ષ રાજેશભાઈ ભાનુશાલી, ધરમપુર શહેર સંગઠન પ્રમુખ પ્રણવ શિંદે, ધરમપુર તાલુકા સંગઠન પ્રમુખ કેતન વાઢુ, સાંઈનાથ હોસ્પિટલના ડૉ.ડી.સી.પટેલ, ડૉ.હેમંત પટેલ, ધરમપુર પાલિકાના પૂર્વ પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, સહકારી ક્ષેત્રના આગેવાન જીવાભાઈ આહિર, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય કક્ષાએ દક્ષિણ વીજ કંપનીએ A + ગ્રેડ હાંસલ કર્યો
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિશેષમાં જણાવ્યું હતું કે, ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ પાવર દ્વારા સરકારી તેમજ પ્રાઈવેટ વીજ વિતરણ કંપનીઓનું ઈન્ટીગ્રેટેડ રેટીંગ કરવામાં આવે છે. જેમાં ટેક્નિકલ, કમર્શિયલ અને ફાયનાન્સિયલ પેરામીટર્સ મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.એ હાઈએસ્ટ ગ્રેડ A + હાંસલ કર્યો છે. તદઉપરાંત ગુજરાતની તમામ વીજ કંપનીઓ 1થી 5 રેન્કમાં આવી છે.

ધરમપુર વિભાગીય કચેરીમાં સમાવિષ્ટ વિસ્તારો
પેટા વિભાગીય કચેરી (1) રોણવેલના જુજવાથી બોદલાઈ, (2) બોપીના દુલસાડથી બિલધા બોર્ડર, વાંકલથી નાની વહીયાળ, (3) ધરમપુરના ખારવેલથી મધુરી, ધરમપુરથી વાંસદા જંગલ, (4) નાનાપોંઢાના પારનદીથી કપરાડા ઘાટ, પાર નદીથી રાંધા બોર્ડર, (5) કપરાડામાં કપરાડા ઘાટથી દાબખલ અને (6) સુથારપાડાના દાબખલથી હુડા બોર્ડર સુધીનો વિસ્તાર ધરમપુરની નવી વિભાગીય કચેરીમાં સમાવિષ્ટ કરાયો છે.

Previous Post Next Post