ડાંગ (આહવા)એક કલાક પહેલા
- કૉપી લિંક
ગીરીમથક સાપુતારાના રમણીય વાતાવરણમાં રાજ્યભરમાંથી આ કેમ્પમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠેલાં ટેબલ ટેનિસના ખેલાડીઓને વધુ પ્રતિભાશાળી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કેમ્પમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર પોરબંદરના 105 ખેલાડીઓને 21 દિવસ સુધી સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના અમૂક જ પસંદ કરાયેલા કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે.
આ સમર કેમ્પમાં સાપુતારા સ્પોર્ટ્સ ઓથોરિટીના જિલ્લા રમત વિકાસ અધિકારી અંકુર જોશીના માર્ગદર્શન હેઠળ ડી.એલ.એલ.એસ.ના લવીના ભાર્ગવા, સુંદર્શન મેસરે, સાગર ત્રિવેદી, મહેન્દ્ર ગોહિલ, ઝુંબેર સુથાર, મીરા જોશી વગેરે ઈનસ્કૂલ ટ્રેનરો ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ આ કેમ્પમાંથી COE સરકાર દ્વારા ચાલતી યોજના માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જેમને દર મહિને અંદાજીત 4800નું સ્ટાઈપેન્ડની સહાય અને 6000ની સ્પોર્ટ્સ કીટ, 3000 ટ્રાવેલિંગ પૂરું પાડવામાં આવશે.