વડોદરાની મધ્યસ્થ જેલમાં કેદી દર્દીએ ડોક્ટર ઉપર સિમેન્ટના બ્લોકથી હુમલો કર્યો, ડોક્ટર એસ.એસ.જી.માં સારવાર હેઠળ | Inmate in Vadodara Central Jail attacked doctor with cement block, doctor undergoing treatment at S.S.G. | Times Of Ahmedabad

વડોદરા29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વડોદરા સેન્ટ્રલ જેલમાં ડોક્ટર ઉપર કેદીએ ઇંટથી હુમલો કરતા ઇજા થઇ - Divya Bhaskar

વડોદરા સેન્ટ્રલ જેલમાં ડોક્ટર ઉપર કેદીએ ઇંટથી હુમલો કરતા ઇજા થઇ

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદી દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર ઉપર દર્દીએ કેદીએ સિમેન્ટના બ્લોકનો છૂટ્ટો ઘા કરતા માથામાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ડોક્ટરને તુરતજ 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જેલ સત્તાવાળાઓએ હુમલાખોર કેદી સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષોથી જેલમાં ફરજ બજાવે છે
મળેલી માહિતી પ્રમાણે વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 12 વર્ષથી જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડો. નિલેશભાઈ મોતીભાઈ ચારપોટ આજે એક પછી એક કેદીઓની તપાસી રહ્યા હતા. દરમિયાન મિતુલ નામના કેદીએ અચાનક સિમેન્ટના બ્લોકથી માથામાં હુમલો કરી દીધો હતો. ડોક્ટર નિલેશ ચારપોટ ઉપર હુમલો થતાંજ જેલનો સ્ટાફ દોડી આવ્યો હતો. મિતુલને ઝડપી લીધો હતો.

રાવપુરા પોલીસમાં ફરિયાદ
બીજી બાજુ માથામાં ઇંટ વાગત લોહી લુહાણ થઇ ગયેલા ડો. નિલેશ ચારપોટને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ જેલના ઇતિહાસમાં પ્રથમ વખત કેદી દ્વારા ડોક્ટર ઉપર હુમલાની ઘટના બનતા જેલ સંકુલમાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન આ બનાવ અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

માથામાં ઇંટ વાગત બેહોશ
હુમલાનો ભોગ બનેલા ડો. નિલેશ ચારપોટે જાણાવ્યું હતું કે, આજરોજ ઓપીડી દરમિયાન હું અને મેડિકલ ઓફિસર્સ કેદી દર્દીઓનું તબીબી પરીક્ષણ કરતા હતા. હું એક દર્દીનું બ્લડપ્રેશર તપાસી રહ્યો હતો. તે સમયે મિતુલ નામનો કેદી અચાનક પાક્કી સિમેન્ટનો બ્લોક લઈને આવ્યો હતો અને મને માથાના ડાબા ભાગે મારી દીધી હતી. એકાએક કેદી દ્વારા હુમલો કરાતા હું થોડા સમય માટે બેહોશ થઇ ઢળી પડ્યો હતો.

જેલમાં પ્રથમ બનાવ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ જેલના સ્ટાફને થતાં તુરતજ સ્ટાફ દોડી આવ્યો હતો. અને મિતુલને પકડી લીધો હતો અને મારા નર્સિંગ સ્ટાફે તાત્કાલિક માથામાંથી વહેતુ લોહી રોકવા મને પ્રાથમિક સારવાર આપી હતી. મને વધુ ચક્કર આવતા એમ્બ્યુલશન મારફતે વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જેલની અંદર સારવાર આપતા તબીબ પર હુમલો થયો હોય એવો આ પહેલો બનાવ છે.

હુમલાનું રહસ્ય અકબંધ
જોકે, ડો. નિલેશ ચારપોટ ઉપર કેદી મિતુલે કયા કારણોસર હુમલો કર્યો તે રહસ્ય છે. રાવપુરા પોલીસે હાલ કેદી મિતુલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેલમાં આજે સાંજે બનેલા આ બનાવે જેલમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવને પગલે જેલ હોસ્પિટલના સ્ટાફમાં પણ ગભરાટ ફેલાઇ ગયો છે.

Previous Post Next Post