વલસાડ3 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના વાપી ગોનિંદા કોમ્પ્લેક્સ પાસે એક યુવક IPLનો ઓનલાઇન સટ્ટો રમી તથા રમાડી રહ્યો હોવાની બાતમી વાપી GIDC પોલીસની ટીમને મળી હતી. વાપી GIDC પોલોસની ટીમે તાત્કાલિક વાપીના ગોવિંદા કોમ્પ્લેક્સ પાસે બાતમીના વર્ણન વાળો યુવક મોબાઈલમાં મેચ જોઈ બીજા મોબાઈલ વડે ઓનલાઈન ક્રિકેટ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. યુવકને અટકાવી ચેક કરતા યુવક પાસેથી 11.85 લાખ રોકડા, 2 મોબાઈલ અને મોપેડ મળી કુલ 12.40 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાની વાપી GIDC પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં IPL મેચ ઉપર સટ્ટો બેટિંગના ગેરકાયદેસર ચાલતો વેપલો અંકુશમાં લાવવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વાપી GIDC પોલીસની ટીમને મળેલી બતમોના આધારે વાપી GIDC ચાર રસ્તા પાસે આવેલા ગોવિંદા કોમ્પ્લેક્સ ખાતે બ્લેક કલરની ટીશર્ટ બ્લ્યુ જિન્સ પહેરેલ યુવક બ્લેગ બેગ ખંભે લટકાવી હાલમાં ચાલી રહેલી IPL મેચમાં ઓનલાઇન સટ્ટો રમી તથા રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વાપી GIDC પોલોસની ટીમે ગોવિંદા કોમ્પ્લેક્સ ખાતે પહોંચી ચેક કરતા બાતમીના વર્ણન વાળો યુવક મોબાઈલમાં IPLની મેચ જોઈ રહ્યો હતો. સાથે બીજા મોબાઈલ વડે ઓનલાઇન સટ્ટો રમી રહ્યો હતો. યુવકને અટકાવી ચેક કરતા વાપી રહેતો તરુણ તુલસીદાસ ભાનુશાલી તરીકે ઓળખ આપી હતી. પોતે વેપારી હોવાનું જણાવ્યું હતું. મોબાઈલમાં ILPનો સટ્ટો રમવા બાબતે પોલીસે પૂછપરછ કરતા તરુણે બ્રિજેશ હરિભાઈ કહાર પાસેથી 5 લાખમાં IPLમાં સટ્ટો રમવા ID ખરીદી હોવાનું જણાવ્યું હતું. તરુણે પાસે બેગ ચેક કરતા રોકડા રૂ. 11.85 લાખ રોકડા મળી આવ્યા હતા. તે આંગડીયા પેઠી મારફતે બ્રિજેશ કહારે મોકલાવ્યા હોવાનું જણાવ્યું હતું. વાપી GIDC પોલોસે તરુણ પાસેથી 2 મોબાઈલ અને મોપેડ ન. GJ-15-BJ-9099 અને રોકડા રૂ. 11.85 લાખ મળી કુલ 12.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મથકે ગુનો નોંધી તરુણ ભાનુશાલીની ધરપકડ કરી બ્રિજેશ કહારને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.