દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં સટ્ટો રમાતો હતો.તે વખતે પોલીસે ઓચિંતો છાપો મારતાં દાહોદ નગરપાલિકાના નગર સેવક સહિત ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડી રોકડા 3 લાખ રૂપીયા, મોબાઈલ ફોન તેમજ વાહનો મળી કુલ રૂા.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીને આધારે દરોડો પાડયો
દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલ લોયન્સ ગ્રૃપ ફાઈનાન્સ રીકવરી ઓફિસમાં આઈ.પી.એલ.ક્રિકેટ મેચનો જુગાર સટ્ટો રમાતો હોવાની દાહોદ બી. ડિવીઝન પોલીસને બાતમી મળી હતી. કાફલો આ ઓફિસ ખાતે પહોંચી ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
કેટલાક સટોડિયા પોલીસને જોઈ ફરાર થઈ ગયા
આ જુગારીઓ પૈકી દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના નગર સેવક ઈસ્તીયાક અલી સોકત અલી સૈયદ સાથે સાથે વિજય ભારવાણી, સંજયકુમાર ભાટીયા, આમીન અલીને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.જ્યારે અન્ય આરોપીઓ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં.
પોલીસે 3 લાખ રોકડા,19 મોબાઈલ અને બે લેપટોપ જપ્ત કર્યા
પોલીસે સ્થળ પરથી રોકડા 3 લાખ રૂપીયા રોકડા, 19 મોબાઈલ ફોન, બે લેપટોપ તેમજ સ્થળ પરથી હસ્તલિખિત દસ્તાવેજ જેમાં સટ્ટા, જુગારની વિગતો લખેલી છે.તેના સહિત પોલીસે કુલ રૂા. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. દાહોદ નગરપાલિકાના કોર્પાેરેટર આ સટ્ટા, જુગાર ધામમાં પોલીસના હાથે ઝડપાતાં અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું હતું ત્યારે આ સંબંધે દાહોદ બી. ડિવીઝન પોલીસે તમામ ઈસમો વિરૂધ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.