નવસારી36 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવસારી જિલ્લાની 9 ITI 1500 થી વધુ તાલીમાર્થીઓએ ITI માં જ તૈયાર કરેલ 200 થી વધુ પ્રોજેક્ટ મોડેલ નું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.પ્રદર્શનમાં અલગ અલગ ટ્રેડના જેવા કે મિકેનિકલ,ઓટોમોબાઇલ,ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, ગારમેન્ટ વગેરેના ખૂબ જ ઇનોવેટિવ અને ફ્યુચરેસ્ટીક પ્રોજેક્ટ નું પ્રદર્શન યોજાયું છે.પ્રોજેક્ટ કોમ્પિટિશનના કારણે તાલીમાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ટેકનિકલ સ્કીલ પ્રત્યે લગાવ જોવા મળ્યો છે.
સોલર કાર, સ્માર્ટહોમ. EV કાર ચાર્જિંગ સ્ટેશન, સ્માર્ટ કાર પાર્કિંગ, ઇલેક્ટ્રીક હાઇવે હાઇવે પર ઉત્પન્ન થતી વિન્ડ એનર્જી જેવા ખૂબ જ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલ પ્રોજેક્ટ અનેરું આકર્ષક જમાવ્યું હતું.
આ પ્રદર્શન ઓપન ટુ ઓલ હતું જેમાં ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિને આવરી અધિકારીઓ, સ્ટુડન્ટ જિલ્લાની તમામ લોકોએ અનેરો ઉત્સાહથી વિઝીટ કરી હતી કુલ મળીને 10000થી વધુ લોકોએ આ પ્રદર્શન નિહાળ્યુ હતું અને તાલીમાર્થીઓને અનેરૂ પ્રોત્સાહન પૂરું પડ્યું હતું