વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ હાઇવે ઉપર વાપીથી નંદીગ્રામ તરફ વિહાર કરતા જૈન મુનિને અને સેવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે.લઈને અકસ્માત સર્જ્યો હતો. વિહાર કરતા જૈન મુનિ અને સેવકનો અકસ્માત થયો હોવાની જાણ વાપી અને ઉમરગામ જૈન સમાજના અગ્રણીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં વિહાર કરતા મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે. જ્યારે તેમના સેવકને થયેલી ગંભીર ઇજાઓને લઈને બેભાન હાલતમાં વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે 108 મારફતે ખસેયા હતા. ઘટનાની જાણ ભીલફ પોલીસની ટીમને થતા ભિલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી જૈન મુનિની લાશનું PM કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પ્રવાસે વિહાર કરતા આવેલા જૈન મુનિ મેઘરક્ષિત સાગરશ્રીજી મહારાજ સાહેબ વિહાર કરી રહ્યા હતા. આજે વાપી મહાવીર નગર જૈન દેરાસરથી નંદીગ્રામ જૈન દેરાસર તરફ જૈન મુનિ મહારાજ સાહેબ વિહાર કરી રહ્યા હતા. થર્ડ લેન્ડ ઉપર મહારાજ સાહેબને રથમાં બેસાડી તેમનો સેવક વિહાર કરવી રહ્યો હતો. જે દરમ્યાન પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી લાવી વિહાર કરી રહેલા મહારાજ સાહેબ અને તેમના સેવકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 37 વર્ષીય, મેઘરક્ષિત સાગરશ્રીજી મહારાજ સાહેબને થયેલી ગંભીર ઇજાઓને લઈને ઘટના સ્થળે જ કાળધર્મ પામ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોને અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વાપી અને ઉમરગામ જૈન સંઘના અગ્રણીઓને થતા જૈન સંઘના અગ્રણીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ લઈને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સેવકને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘટના અંગે ભિલાડ પોલીસને જાણ થતાં ભિલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.