જંબુસર-ખાનપુરનો રસ્તો મગરની પીઠ સમાન બન્યો, સાત દિવસમાં કામ શરૂ ન થાય તો ગામલોકોની આંદોલનની ચીમકી | Jambusar-Khanpur road has become like a crocodile's back, if the work does not start in seven days, the villagers fear agitation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jambusar Khanpur Road Has Become Like A Crocodile’s Back, If The Work Does Not Start In Seven Days, The Villagers Fear Agitation.

ભરૂચ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જંબુસર તાલુકા કૉંગેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રસ્તાઓ બનાવવા બાબતે પ્રાંતકચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન માં કોંગી આગેવાન પ્રભુદાસ મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જંબુસર થી ખાનપુર જતા માર્ગની છેલ્લા બે વર્ષથી બિસ્માર બનતા બાઇક ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. જંબુસરથી ખાનપુર જતો માર્ગ અત્યંત બિસમાર હોય બાઇક ચાલકો છેલ્લા બે વર્ષથી યાતના ભોગવી રહ્યા છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા અને તિરાડોને લઈ બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.ખાનપુરના માજી સરપંચ રસીદ મચ્છીવાલા તેમજ ગ્રામજનોએ વારંવાર લાગતા વળગતા અધિકારીને જાણ કરવા છતાં આજદિન સુધી રોડ બનાવાયો નથી. ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર આપ્યું છે. વહેલી તકે રોડ બનાવવાની માંગણી કરી છે. જો 7 દિવસ મા કામગીરી શરૂ નહી કરાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. જંબુસર ના માજી ધારસભ્ય એ પણ આજરોજ પ્રાંત કચેરી ખાતે વિવિધ ખખડધજ રસ્તાઓ વિશે ધારદાર રજૂઆત કરી હતી અને યોગ્ય સમારકામ વેહલી તકે કરાવાય તેવી માંગ કરી છે. વધુમાં તંત્ર દ્વારા ઇરાદા પૂર્વક આ રસ્તાઓનું કામકાજ અટકાવેલું હોવાના આક્ષેપ પણ કરાયા હતા.

Previous Post Next Post