અરવલ્લી જિલ્લામાં આવેલા વાવાઝોડાના કારણે રમતા એક કિશોર પર પતરું ઉડીને પડતા કિશોર ઇજાગ્રસ્ત; સારવાર અર્થે મેઘરજ બાદમાં મોડાસા ખસેડાયો | Juvenile injured as leaf falls on teenager playing due to storm in Aravalli district; Meghraj was later shifted to Modasa for treatment | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Juvenile Injured As Leaf Falls On Teenager Playing Due To Storm In Aravalli District; Meghraj Was Later Shifted To Modasa For Treatment
અરવલ્લી (મોડાસા)18 મિનિટ પહેલા
- કૉપી લિંક
હવામાન વિભાગ દ્વારા એક દિવસના વિરામ બાદ ફરી એક વખત જે એલર્ટ આપ્યું છે. તે મુજબ અરવલ્લી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. જેમાં ખાસ મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા પહાડીયા ગામે ભારે પવન ફૂંકાતા એક તબેલાના પતરા ઉડ્યા હતા. જેથી બહાર રમતા એક કિશોર ઇજાગ્રસ્ત થયો હતો.
અરવલ્લી જિલ્લામાં આવેલા વાવઝોડાની વ્યાપક અસર જોવા મળી છે. ત્યારે મેઘરજના પહાડીયા ગામે તાબેલાના પતરા ઉડી બહાર રમતા એક કિશોરને માથામાં વાગ્યા હતા. કિશોરને સારવાર અર્થે મેઘરજ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોડાસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પવનની ગતિ એટલી તેજ હતી કે, આસપાસના વિસ્તારોમાં પણ અસંખ્ય વૃક્ષો ધરાશઇ થયાના સમાચાર છે. ત્યારે સદનસીબે બહાર રમતો આ કિશોર સમયસર સારવારના કારણે બચી જવા પામ્યો છે. આમ અરવલ્લી જિલ્લામાં આજે આવેલા વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ તારાજી જોવા મળી.
Post a Comment