ખંભોળજ પોલીસે ટુ વ્હીલર ચાલકોને દંડની રકમ સામે હેલ્મેટ આપ્યા !! | Khambholj police gave helmets to two wheeler drivers against fine !! | Times Of Ahmedabad

આણંદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત નવતર પ્રયોગ

આણંદ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખંભોળજ પોલીસના પીએસઆઈ કે. જી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા જે ટુ વ્હીલરના ચાલકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તેમની પાસેથી દંડની રકમની સામે હેલ્મેટ આપીને નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે વાહન ચાલકોને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેમજ હેલ્મેટ પહેરીને મોટરસાયકલ ચલાવવા, સીટબેલ્ટ પહેરીને કાર હંકારવી, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત ન કરવી, ઓવર સ્પીડે ગાડી ન ચલાવવી તેમજ ટ્રાફિકને લગતી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી અકસ્માતનું પ્રમાણ ઘટે.

જોકે, બીજી તરફ સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા છેલ્લાં ત્રણ દિવસમાં કુલ 100થી વધુ વ્યક્તિઓ વિરૂદ્ધ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના કેસ કર્યા હતા. વર્ષ 2022માં માર્ગ અકસ્માતોનું વિશ્લેષણ કરતાં આણંદ જિલ્લામાં કુલ 50 અકસ્માતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો. જ્યાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ, રોડ એન્જિનીયરીંગ તથા ટ્રાફિક જનજાગ્રૃતિ એમ ત્રણ પ્રકારે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે.