ભારતમાંલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન પ્રક્રિયા મહિનાઓથી અટકી, જાહેરનામુ પ્રસિદ્ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં કાર્યવાહી નહીં | The land acquisition process in the project in India has been stalled for months, almost a year after the announcement, no action has been taken | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Land Acquisition Process In The Project In India Has Been Stalled For Months, Almost A Year After The Announcement, No Action Has Been Taken

નવસારી5 કલાક પહેલા

  • કૉપી લિંક

ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેક્ટ સુરત-નાસિક-અહમદનગર હાઇવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ થયાને એક વર્ષ થવાને આરે છે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી. ખેડૂતોની જમીનના 7–12ના ઉતારામાં જમીન સંપાદન અંગેની પાડવામાં આવેલી ફેરફાર નોંધ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલયનું ધોરીમાર્ગ માટે જમીન સંપાદિત કરવાના હેતુથી સક્ષમ અધિકારી અને નાયબ કલેકટર નવસારી દ્વારા ગત 19મે 2022ના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું. ભારતમાલ અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ચીખલી તાલુકાના બોડવાંક ગામના-6, કાકડવેલના 26, માંડવખડકના-27 નોગામાના-73, વાંઝણાના-42 ટાંક્લના-87, સુરખાઈ-19 સારવણી-98, રાનવેરીલ્લાના-35 અને સૌથી વધુ કુકેરીના 272 મળી કુલ 10 જેટલા ગામના 685 જેટલા બ્લોક નંબરોનો આ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો હતો. જાહેરનામા બાદ નિયત 21 અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વાંધા રજૂ કરી દેવાયા હતા પરંતુ ખેડૂતોની વાંધા અરજી અંગે તેમને સાંભળ્યા વિના જ સંબંધિત બ્લોક નંબરોનો 7-12માં જમીન સંપાદનની ફેરફાર નોંધ પાડી દેવાઈ હતી. હવે જાહેરનામુ પ્રસિદ્ધ થયાને વર્ષ પૂર્ણ થયું છે. તેમ છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી.

જાહેરનામુ પ્રસિદ્ધ થયાને એક વર્ષમાં કામગીરી નહીં થાય તેવા , સંજોગોમાં આ જાહેરનામુ માન્ય રહેતું નથી અને નવેસરથી જાહેરનામુ પ્રસિદ્ધ કરવાનું થતું હોય છે. જોકે ખેડૂતોના 7-12ના ઉતારામાં જમીન સંપાદનની ફેરફાર નોંધથી ખેડૂતો આ જમીન ઉપર લોન લઈ શક્તા નથી કે અન્ય કોઈ રીતે વિકાસ કરવો હોય તે શક્ય નથી તેવા સંજોગોમાં હાઈવેની લાઇનદોરીમાં કોઈ ફેરફાર હોય કે પછી જમીન સંપાદિત નહીં કરવાની હોય તો 7-12ના ઉતારામાંથી આ એન્ટ્રી રદ કરવી જોઈએ તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે.