ચાણક્યપુરીમાં બાબાના આગમન સાથે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત, ભક્તો અને કરણી સેનાના પ્રદેશ પ્રમુખની પોલીસ સાથે બોલાચાલી | A large crowd gathers on Baba's arrival in Chanakyapuri, devotees and Karni Sena state president clash with police | Times Of Ahmedabad
અમદાવાદ15 મિનિટ પહેલા
- કૉપી લિંક
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રે ચાણક્યપુરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો અને સ્ટેજ ઉપર તેઓ બિરાજમાન થયા હતા. સ્ટેજ ઉપર કાર્યક્રમ કરવાની કોઇપણ પ્રકારની પરવાનગી હતી નહીં છતાં પણ સ્ટેજ ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ચાણક્યપુરી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના હોવાની ભક્તોને માહિતી મળતા મોટી સંખ્યામાં ભક્તો ત્યાં દર્શન માટે પહોંચ્યા હતા. સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા પરવાનગી હતી નહીં છતાં ત્યાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને રાજ શેખાવત અને પોલીસ વચ્ચે બોલચાલ થઈ હતી. ઝોન 7 ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ચાણક્યપુરી ખાતે પહોંચ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીને રહેવા માટે બંગલો તૈયાર કરાયો
રવિવારે પડેલા ભારે વરસાદના કારણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઓગણજ ખાતે આવેલા મેદાનમાં દિવ્ય દરબાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ મેદાનમાં પાણી ભરાઈ જતા 29 અને 30 મે એમ બે દિવસનો દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરાઈ હતી. ચાણક્યપુરી ખાતે રહેતા પુરુષોત્તમ શર્મા દ્વારા આ સમગ્ર દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને રહેવા માટે બંગલો તૈયાર કરવામાં આવ્યો હતો.
મેદાનમાં સ્ટેજ બનાવવામાં આવ્યો
આખો દિવસ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ક્યાંય કાર્યક્રમ યોજાયો ન હતો અને અચાનક જ રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રી ચાણક્ય પૂરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી. ચાણક્યપુરી વિસ્તારમાં મેદાનમાં સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. જે સ્ટેજ ઉપર કાર્યક્રમની કોઈ પરવાનગી ન હતી. છતાં પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રી ત્યાં પહોંચતા અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી. કરણી સેનાના રાજ શેખાવત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
Post a Comment