ડુમ્મસ દરિયા કિનારા પર મોટી સંખ્યામાં લોકો મોજમસ્તી, સાવચેતીનો અભાવ | Large number of people having fun on the sandy beach, lack of precautions | Times Of Ahmedabad

સુરત13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ડુમસ દરિયા કિનારે સહેલાણીનો જોખમી રીતે નાહતા દેખાયા - Divya Bhaskar

ડુમસ દરિયા કિનારે સહેલાણીનો જોખમી રીતે નાહતા દેખાયા

વેકેશન દરમિયાન ડુમસ દરિયા કિનારા ઉપર મોટી સંખ્યામાં સુરતીઓ પહોંચી જતા હોય છે. માત્ર સુરતના જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો અહીં દરિયા કિનારે મોજમસ્તી માટે આવતા હોય છે વેકેશનના સમય દરમિયાન જબરજસ્ત ભીડ ડુમસ બીચ ઉપર દેખાય હતી.

મોજ મસ્તીમાં મગ્ન

ફરવા ફરવાના શોખીન સુરતીઓ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ડુમસ દરિયા કિનારે જતા હોય છે ખાસ કરીને શનિ રવિની રજામાં તો સામાન્ય દિવસોમાં પણ સુરતીઓ ડુમસ દરિયા કિનારે પહોંચી જતા હોય છે પરંતુ હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી પોતાના મિત્રો અને સગા સંબંધીઓ સાથે મોટી સંખ્યામાં દરિયાના મોજા ઉપર મોજ મસ્તી કરતા દેખાયા હતા. ઉનાળા વેકેશનમાં દરિયાઈ મોજા વચ્ચે મોજ મસ્તી કરવાની મજા જ કંઈક અલગ છે એમાં પણ સુરતીઓ હોય એટલે તેઓ મોજમસ્તી કરવાની કોઈપણ કસર છોડતા નથી.

સાવચેતીનો અભાવ દેખાયો

ડુમસના દરિયા કિનારે મોજા આજે ખૂબ આગળ સુધી દેખાયા હતા. પરિણામે સહેલાણીઓ માટે ખૂબ જ મોજમસ્તી કરવા માટેની તક હતી પરંતુ સાથે સાથે જોખમ પણ નજર સમક્ષ દેખાયું હતું. 14 – 15 વર્ષના બાળકો દરિયાના અંદર સુધી નાહતા દેખાયા હતા જે રીતે દરીયાના મોજા કિનારે આવી રહ્યા હતા તે જોતા આ પ્રકારનો દરિયામાં ના હોવું જોખમી પુરવાર થઈ શકે છે. વધુ પડતી મોજ મસ્તી ક્યારેક જીવનું જોખમ પણ પુરવાર થાય છે.

ભૂતકાળની ઘટનાઓથી શીખ લેવી જોઈએ

સુરતના ડુમસ દરિયા કિનારે નાહવા પડેલા ઘણા બાળકો અને વ્યક્તિઓ ડૂબી જવાથી મોતને ભેટ્યા છે ખાસ કરીને વેકેશન દરમિયાન મોજ મસ્તી કરવા આવેલા પરિવારોને દુર્ઘટનાના ભોગ બનવું પડ્યું છે. લોકો મોજમસ્તીમાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓ પોતાના જીવનો જોખમ છે તેવું પણ સમજી શકતા નથી અને પરિણામે તેનો અંત દુઃખદ આવે છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા પણ જ્યારે સહેલાણીઓની સંખ્યા વધુ હોય ત્યારે ફાયર વિભાગ સહિતની વ્યવસ્થા ત્યાં રાખવી જરૂરી છે. તેમજ સાવચેતી માટેના બોર્ડ પણ લગાવવા જરૂરી છે. થોડી તંત્રની બેદરકારી અને ત્યાં પહોંચેલા સહેલાણીઓની જોખમ ખેડી લેવાની માનસિકતા જીવ ગુમાવવાનો વખત લાવે છે.

Previous Post Next Post