વડોદરા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે કોમી છમકલુ, વાહનોની તોડફોડ | Late night communal vandalism, vehicle vandalism in Vadodara Panigate area | Times Of Ahmedabad

વડોદરા34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મોડી રાત્રે ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા - Divya Bhaskar

મોડી રાત્રે ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા

  • હાલ અજંપાભરી શાંતિ

શહેરના અત્યંત સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં આવેલ ખાનકાહ મહોલ્લા પાસે મોડી રાત્રે ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા અને પથ્થર મારો શરૂ થયો હતો. આ ઘટનામાં એક યુવાન ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. તોફાની ટોળા દ્વારા ઓટો રીક્ષા, ટુ વ્હીલર સહિત વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ બનાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો

મળેલી માહિતી પ્રમાણે પાણીગેટ વિસ્તારમાં ખાન કા હે મોહલા પાસે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન બે છોકરાઓ વચ્ચે ક્રિકેટ રમતા ઝઘડો થયો હતો. આ ઝઘડો મોટા લોકોમાં પરિણામતા મામલો બિચકયો હતો અને જોતજોતામાં બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો શરૂ કરી દીધો હતો. પથ્થર મારો શરૂ થતાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. તોફાની ટોળાએ ઓટો રીક્ષા, ટુ-વ્હીલર સહિત વાહનોની તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

તોફાની ટોળા દ્વારા ઓટો રીક્ષા, ટુ વ્હીલર સહિત વાહનોની તોડફોડ

તોફાની ટોળા દ્વારા ઓટો રીક્ષા, ટુ વ્હીલર સહિત વાહનોની તોડફોડ

આ બનાવને પગલે અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરી નાખ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર પાણીગેટ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તે સાથે આ બનાવે સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. પોલીસે આ બનાવના સંદર્ભમાં મોડી રાત્રે ધરપકડની પણ કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ આ બનાવ ઘટનામાં ઇજા પામેલ શખ્સને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પાણીગેટ વિસ્તારમાં ભારેલા અગ્ની જેવી સ્થિતી જોવા મળી હતી. પાણીગેટ વિસ્તારમાં આવેલી પોળોમાં લોકોના ટોળાં બહાર નીકળી આવ્યા હતા. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ ઘનિષ્ઠ કરી દેવામાં આવ્યું હતું.