કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી આઠ માસથી હતો ફરાર, પોરબંદર LCB તથા પેરોલ ફર્લો સ્કોડે કુતિયાણા નજીકથી પકડી પાડ્યો | Accused absconding for eight months in Kamalbag police station crime, Porbandar LCB and parole furlough code nabbed near Kutiana | Times Of Ahmedabad

પોરબંદર33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઇન્ચાર્જ પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના આપવામાં આવી છે. જે અનુસંધાને ઇ/ચા LCB પીઆઈ એચ.એમ.જાડેજા તથા LCB તથા પેરોલ ફર્લો સ્ટાફના પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પેરોલ ફર્લો સ્કોડના HC વજશી વરૂ તથા એલસીબીના PC વિરેન્દ્રસિંહ પરમારને મળેલી સંયુકત હકીકતના આધારે, કુતીયાણા બાયપાસ રોડ પર આવેલી દેવંગી હોટલ નજીકથી કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે લાલશાહીથી નાસતા ફરતા આરોપી નીમેષ નારણ સોલંકીને પકડી આગળની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલી છે.

આરોપી
નીમેષ નારણ સોલંકી ઉ.વ.33 (રહે.મુળ ઝુરીબાગ પોરબંદર હાલ છાંયા એ.સી.સી રોડ વાછરાડાડાના મંદીર ભગવતી અન્નક્ષેત્ર સામે પોરબંદર)

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
આ કામગીરીમાં પોરબંદર LCB I/C PI એચ.એમ.જાડેજા, HC ઉદય વરૂ, PC વિરેન્દ્રસિંહ પરમાર તથા પેરોલ ફર્લો સ્કોડના ASI હરદાસ પરમાર, HC પીયુષ બોદર, પીયુષ સીસોદીયા, વજશી વરૂ, PC જેતમલ મોઢવાડીયા, ડ્રા.PC આકાશ શાહ વગેરે રોકાયેલા હતા.

Previous Post Next Post