ઉના31 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગીરસોમનાથ જિલ્લાના આંકોલવાડી ગામેથી જિલ્લા એલસીબી ટીમે બાઇક ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ કરેલ છે. સુરવા આંકોલવાડી રોડ પરથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરની બાઇકને રોકાવી જરૂરી કાગળો માંગતા શખ્સ પાસે ન હોય અને આ બાઇક ચોરી કરેલ હોવાની શંકા આધારે પોલીસે બાઇક મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉનાના ભેભા ગામે રહેતો મનુ ગાડા બારીયા નંબર પ્લેટ વગરની બાઇક લઇ ગીરસોમનાથ જિલ્લાના સુરવા આંકોલવાડી રોડ પરથી પસાર થતો હોય જિલ્લા એલસીબી ટીમે રોકાવી બાઇકના કાગળો માંગતા ન હોવાનુ કહેતા આ બાઇક ચોરી કરેલ હોવાનુ શંકાસ્પદ જણાતા પોલિસે બાઇક કબ્જે કરી શખ્સને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.