વડોદરા4 કલાક પહેલા
- કૉપી લિંક
ટ્રાફિક સીગ્નલના પોલ ઉપર પણ લાલ-લીલી લાઇટ મુકાઇ
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના વાહન ચાલકોને સ્પષ્ટ રીતે સિગ્નલ જોઇ શકે તે માટે ટ્રાફિક સિગ્નલોની સાથે પોલ ઉપર પણ લાલ-લીલી લાઇટો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલ પાસેના પોલ પર લાલ-લીલી લાઇટો લગાવવામાં આવતા ચાર રસ્તા વિસ્તાર ઝગારા મારી રહ્યો છે. આ નિર્ણયથી સંભવતઃ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો નોંધાશે.
અકોટા વિસ્તારમાં લાઇટ કરાઇ
વડોદરા શહેરમાં ટ્રાફિક સિગ્નલોની આસપાસ વૃક્ષો ઉગી જતા હોવાથી વાહન ચાલકો સિગ્નલ ન દેખાવાના કારણે મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. જે બાબતને ધ્યાનમાં રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપકુમાર રાણાએ ટ્રાફિક સિગ્નલની સાથે હવે થાંભલા પર એલઇડી લાઇટ લગાડવાની કામગીરી હાથધરી છે. સિગ્નલની સાથે સાથે થાંભલા પર પણ લાલ-લીલી લાઈટ થાય અને દરેક વાહન ચાલક જોઈ શકે તે માટે પ્રાયોગિક ધોરણે અકોટા વિસ્તારમાં ટ્રાફિક પોલ પર LED ઇલ્યુમિનેટની પ્રક્રિયા કરવામાં આવી છે.
દૂરથી લાઇટ દેખાશે
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રાયોગિક ધોરણે અકોટા વિસ્તારમાં અકોટા ગાય સર્કલ પાસે વાહન ચાલકોને પ્રોપર વિઝિબિલિટી તથા સતર્કતા માટે ટ્રાફિક પોલ પર LED ઇલ્યુમિનેટ કરવાની કામગીરી કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે ટ્રાફિક પોલ પર એલઇડી એલ્યુમિનેટ કરવામાં આવી છે. જેથી દૂરથી આવતા વાહનચાલકોને સિગ્નલની લાલ-લીલી લાઈટ દેખાઈ શકે. અને તમામ વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરી શકે.
વિસ્તાર ઝગમગી ઉઠ્યો
હાલ આ પ્રયોગ ચોક્કસ વિસ્તારમાં જ કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી છે. તે સફળ થશે. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના તમામ ટ્રાફિક સિગ્નલોના થાંભલા પર એલીડી એલ્યુમિનેટ કરવામાં આવશે. નોંધનીય છે કે, પોલ ઉપર લાઇટો લગાવવાથી વિસ્તાર પણ ઝગમગી રહ્યો છે.