ભેસાણના મેંદપરા ગામે સીમમાં દીપડાએ કર્યો ચાર લોકો પર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, વન વિભાગે દીપડાને રે પાંજરે પુર્યો | A leopard fatally attacked four people near Mendpara village in Bhesan, the injured were shifted to hospital for treatment, the forest department caged the leopard. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Leopard Fatally Attacked Four People Near Mendpara Village In Bhesan, The Injured Were Shifted To Hospital For Treatment, The Forest Department Caged The Leopard.

જુનાગઢ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને વાડી વિસ્તારમાં દીપડાઓના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે હિંસક પ્રાણીઓને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલા જ વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ બે લોકો પર હુમલો કરતા ગંભીર ઇજાઓ થઈ હતી. આજે ભેસાણ તાલુકાના મેંદપરા ગામના વાડી વિસ્તારમાં કામ કરતા.મિતેશભાઇ પરસોતમભાઈ ખીચડીયા ઉ.19,મિહિરભાઈ હંસરાજભાઇ ખીચડીયા,ઉ.40,ચંદ્રેશભાઇ ગોબરભાઈ ખીચડીયા ઉ.48,જગાભાઈ બચુભાઈ ગુજરાતી ઉ 60 4 પર દીપડાએ જીવલેણ હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો છે.

હુમલાનો ભોગ બનનાર ખીચડીયા મિતેષ જણાવ્યું હતું કે, સવારના વાડીએ કામ કરતાં સમયે દીપડાએ અચાનક હુમલો કરેલ હતો ત્યારે મને બચાવવા જતા મારા કાકા પર પણ દીપડાએ હુમલો કરેલ હતો અને ત્યાં જ કામ કરતા બીજા બે લોકો પર દીપડાયો હુમલો કરેલ હતો.

જે સમયે ખેતરમાં કામ કરતા હતા તે સમયે ઝાડીમાં લપાઈને દીપડો બેઠો હતો ત્યારે હું જેવો કામ કરવા ગયો ત્યારે મારા પર દિપડો અચાનક ત્રાટક્યો હતો. અને હુ ઈજાગ્રસ્ત થયો હતો.જ્યારે મને સારવાર માટે હોસ્પિટલ લાવતા હતા ત્યારે બીજા લોકો પર પણ દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો..

તાલુકા પંચાયત પ્રમુખ નંદલાલ સાવલિયાએ જણાવ્યું હતું કે વેચાણ તાલુકાના મેંદપરા ગામે સિંગ વિસ્તારમાં જંગલી દીપડાએ ચાર લોકો પર જુલણ હુમલો કર્યો હતો અને આ ચારેય લોકોને 108 મારફત સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ દીપડાના હુમલાની જાણ વન વિભાગને કરતા હવન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે આવી દિપડા નો રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પુર્યો હતો..

ત્યારે આ બાબતે વન વિભાગ દ્વારા વાત કરતા વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભેસાણ અને વિસાવદર પંથકમાં વારંવાર દીપડાના હુમલાના બનાવો બનતા રહ્યા છે. જેને લઇ વન વિભાગ દ્વારા જે જગ્યા પર દીપડાઓનો વધુ અવરજવર જોવા મળે છે ત્યાં વન વિભાગ દ્વારા પાંજરા રાખી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કેમ ઉનાળામાં દીપડાઓના હુમલા વધુ થાય છે? કારણ જાણવા અહીં ક્લિક કરો…

Previous Post Next Post