Header Ads

પેટલાદના પાળજ ગામમાં ગળુ દબાવી હત્યા કરવાના કેસમાં આજીવન કેદ, પત્નીનો હાથ પકડવા મામલે થયેલી અદાવતમાં કરી હતી હત્યા | Life imprisonment in the case of strangulation in Paaj village of Petlad, killed in a dispute over holding the wife's hand | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Life Imprisonment In The Case Of Strangulation In Paaj Village Of Petlad, Killed In A Dispute Over Holding The Wife’s Hand

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

પેટલાદ તાલુકાના પાળજ ગામમાં આવેલા હોળી ચકલામાં પત્નીનો હાથ પકડનાર યુવકનું ગળુ દબાવી હત્યા કરી નાખનાર પતિને સેશન્સ કોર્ટે કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા તથા રૂપિયા 50 હજાર દંડ ફટકાર્યો છે. જ્યારે રૂપિયા 50 હજાર મૃતકની પત્નીને વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

પેટલાદ તાલુકાના પાળજ ગામમાં હોળી ચકલામાં રહેતાં રાવજીભાઈ ઉર્ફે બાબુ જેણાભાઈ પરમાર તથા ચંદ્રકાંતભાઈ પસાભાઈ પરમાર એક જ ગામમાં નજીક- નજીક રહેતાં હતાં. રાવજીભાઈ ઉર્ફે બાબુ પરમારે થોડાંક સમય અગાઉ ચંદ્રકાંત પરમારની પત્નીનો હાથ પકડી લેતાં આ બાબતે ઝઘડો થયો હતો. બાદમાં આ બાબતે સમાધાન થઈ ગયું હતું.

પરંતુ, આ બાબતને લઈને ચંદ્રકાંત પરમાર ને અંદરખાને રીસ હોવાના કારણે અવાર-નવાર રાવજીભાઈ ઉફે બાબુ પરમારનો બદલો લેવાના ઇરાદે પીછો કરતો હતો. તે દરમિયાન ગત 28 જુલાઈ 2020 ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સમયે રાવજીભાઈ પાળજ હોળી ચકલા કાનજી ફળિયામાં હાજર હતાં. તેઓ કુણાલ ઉર્ફે વિપુલ લાલજીભાઈ પરમાર ના ઘરના ઓટલા ઉપર બેઠા હતાં. તે સમયે ચંદ્રકાંત પરમાર આવી ચડ્યો હતો અને અગાઉના ઝઘડા ની અદાવત રાખીને ઝઘડો કરી મારી નાખવાના ઇરાદે રાવજીભાઈ ઉફે બાબુ પરમારે ઉપર તૂટી પડયો હતો અને રાવજીભાઈ ઉર્ફે બાબુ નુ ગળું પકડી દબાવી દઈ હત્યા કરી નાંખી ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં અને તેઓએ પેટલાદ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને રાવજીભાઈ ઉફે બાબુ પરમાર ના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

બીજી બાજુ પોલીસે હત્યાના આરોપી ચંદ્રકાંત પસાભાઈ પરમાર ની તા.29 જુલાઈ 2020 ના સાંજના સમયે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. બાદમાં જરૂરી પુરાવાઓ એકઠા કરી આણંદ સેશન્સ કોર્ટમાં ચાજસીટ મુકી હતી. આ કેસ બીજા અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતાં જ્યાં સરકારી વકીલે ધારદાર દલીલો સાથે 12 સાક્ષીઓ તથા 18 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતાં કોર્ટના જજે આરોપી ચંદ્રકાંત પસાભાઈ પરમાર હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવીને આજીવન સખત કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ના ભરે તો વધુ એક માસની સખત કેદની સજાનો પણ હુકમ કર્યો છે. જ્યારે રૂપિયા 50 હજાર મરણ જનારની પત્ની મંજુલાબહેનને ચૂકવવાનો આદેશ કર્યો છે.

Powered by Blogger.