ભૂલથી સરહદ ઓળંગતાં જ નર્કની જિંદગી શરૂ થઈ, પાક જવાનોએ પહેલા માર્યો, પછી જેલમાં ધકેલી દીધો, કોઈને વિશ્વાસ નહોતો કે જિતુ પાછો આવશે | A life of hell began as he crossed the border by mistake, first beaten by Pak jawans, then jailed, no one believed that Jitu would return. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Life Of Hell Began As He Crossed The Border By Mistake, First Beaten By Pak Jawans, Then Jailed, No One Believed That Jitu Would Return.

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમે નવ લોકો ઓખા દરિયાથી માછીમારી કરવા માટે ગયા હતા, જ્યાં અજાણતા જ પાકિસ્તાની દરિયાઈ સરહદમાં પ્રવેશ થતા જ નેવી જવાનોએ અમને પકડી લીધા. પહેલાં તો બે-ચાર તમાચા મારી દીધા અને બાદમાં પાકિસ્તાનના દરિયાકાંઠાંથી જેલમાં ધકેલી દીધા.. પાંચ વર્ષ સુધી જેલ ભોગવ્યા બાદ મારો છુટકારો થતા ભગવાનનો આભાર માનું છું. ખેતી કરીને જીવન ગુજારો કરીશ પણ હવે કોઇ દિવસ માછીમારી કરવા નહીં જાઉ… આ શબ્દો છે નવસારીના એ યુવાનના જે પાંચ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં રહીને આવ્યો.. આ યુવાન સાથે પાંચ વર્ષમાં પાકિસ્તામાં શું શું થયું? પરિવાર પર શું વિતી? તે તમામ વસ્તું જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે યુવાનના ઘરની મુલાકાત લીધી હતી. તો આવો વિસ્તારથી જાણીએ એ પાંચ વર્ષની કહાણી…

184 ગુજરાતી માછીમારોમાં એક નવસારીનો યુવાન
નવસારી જિલ્લો 52 કિલોમીટરના દરિયાકાંઠે વસેલો છે, કાંઠાના જ્યાં મોટાભાગના યુવાનો દરિયો ખેડીને જીવન ગુજારો કરે છે. ક્યારેક મુંબઈ કે ઓખા દરિયા કિનારેથી સામૂહિક રીતે તેઓ બોટ દ્વારા માછીમારી કરવા માટે મધદરિએ જતા હોય છે. ભૂલથી દરિયાઈ સરહદ ઓળંગીને પાકિસ્તાનમાં જતા સ્થાનિક નેવી ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લે છે અને યુવાનો પાકિસ્તાનની જેલમાં વર્ષો સુધી સડે છે. તો કેટલાક નસીબદાર ભારતીય કેદીઓનો છુટકારો થાય છે. તાજેતરમાં પાકિસ્તાનની જેલમાંથી 184 ગુજરાતી માછીમારો મુક્ત થયા હતા. જેમાંથી એક છે નવસારી જિલ્લાના મિર્ઝાપુરનો વતની જિતુ રાઠોડ..

ડાબેથી બહેન શીલા હળપતિ અને જિતુ રાઠોડ.

ડાબેથી બહેન શીલા હળપતિ અને જિતુ રાઠોડ.

પાકિસ્તાનમાં ક્યારે પ્રવેશ કર્યો તેનો ખ્યાલ જ ન રહ્યો
પાકિસ્તાની જેલની પાંચ વર્ષની વાત કરતાં જિતુ રાઠોડ જણાવે છે કે, અમે ખલાસી તરીકે દરિયો ખેડવા માટે મધદરિયે ગયા હતા. જ્યાં પાકિસ્તાનની સરહદમાં ક્યારે પ્રવેશ કર્યો તેનો ખ્યાલ જ ન રહ્યો.. અચાનક નેવીએ અમને પકડ્યા ત્યારે ખબર પડી કે અમે પાકિસ્તાનની સરહદમાં છીએ. તેમણે બે-ચાર તમંચા માર્યા પછી નેવીમાં પરચુરણ કામ કરાવી અમારું નામ લખી અમને જેલમાં લઈ ગયા… જેલમાં અમારી પાસે કામ કરાવતું હતું પણ કોઈ ત્રાસ ગુજારાયો ન હતો. અમને ભારત દેશ અને પરિવારની ખૂબ યાદ આવતી હતી. જેલમાંથી અનેક વખત પરિવારને પત્ર લખવાનો પ્રયાસ કર્યો પણ કોઈ કારણોસર પત્ર પરિવારને મળી શક્યો નહીં. ખાલી એક જ પત્ર મળ્યો.. અમે કોઈ દિવસ જીવતા પાછા ફરશું તેવો વિશ્વાસ ન હતો, પરંતુ ઈશ્વર કૃપાથી અમે પાછા ફર્યા છે. હવે હું કોઈ દિવસ બોટનું નામ નહીં લઉં ખેતીવાડી કરીને જીવન ગુજારો કરીશ..

જિતુના મોટાભાઇ વિજય રાઠોડ

જિતુના મોટાભાઇ વિજય રાઠોડ

જિતુ રાઠોડના મોટાભાઈ વિજય રાઠોડે ભારેહૈયે આખોમાં આંસુ સાથે જણાવ્યું કે, મારો નાનોભાઈ આવ્યો એટલે મારો દીકરો આવી ગયો એવી લાગણી મને થઈ રહી છે…મારા પિતાએ ઓખાથી ભાઈને બીજી બોટમાં જવાની ના પાડી હતી પરંતુ તે ગયો.. લાલચી બોટવાળાઓ દરિયાઈ માવાની શોધમાં વધુ આગળ વધતા સીધા પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા.. મને તો ખબર જ નહોતીં કે તે પાકિસ્તાનમાં છે. મેં એક વર્ષ સુધી મારા ભાઈની રાહ જોઈ કે તે પાછો ફરશે પણ તે ન આવ્યો.. હું મારા ભાઈને શોધવા ઓખા ગયો જ્યાં બે વર્ષ સુધી મેં તેને શોધ્યો પણ તે ન મળ્યો.. ફરીવાર બીજા બે વર્ષ મેં મુંબઈ જઇને તેને શોધ્યો તે ત્યાં પણ ન મળી આવ્યો.. એક દિવસે મારા ભાઈનો પત્ર પાકિસ્તાનથી મારા સરનામે ઘરે આવ્યો હતો, પરંતુ તેમાં અંગ્રેજીમાં લખ્યું હોવાથી અમે તેને સમજી શક્યા નહીં.. ત્યારબાદ અમે તેને પત્ર લખ્યો તો તે પાકિસ્તાન પહોંચી શક્યો નહીં. હવે જિતુ પરત ફર્યો છે તો મને મારો દીકરો પરત ફર્યો હોય તેવી લાગણી થઈ રહી છે.

પાંચ વર્ષ બાદ ઘરે પરત ફરેલો જિતુરાઠોડ

પાંચ વર્ષ બાદ ઘરે પરત ફરેલો જિતુરાઠોડ

મારો ભાઇ આવશે એવી મને આશા હતી
મોટાબેન શીલા હળપતિ કહે છે કે, ભાઈની ખૂબ યાદ આવતી હતી મનમાં અને મનમાં રડવું આવતું હતું. છેલ્લી પાંચ રક્ષાબંધન તમામ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતી ત્યારે મને લાગી આવતું હતું. હું મારા અન્ય ભાઈને રાખડી બાંધીને સંતોષ માનતી હતી. ભાઈ પાછો આવે એવી મને આશા હતી અને મેં બાધા પણ રાખી હતી.

પાંચ વર્ષે ભાઇ ઘરે આવતા બહેનની આંખોમાં ખુશીના આંસું.

પાંચ વર્ષે ભાઇ ઘરે આવતા બહેનની આંખોમાં ખુશીના આંસું.

હજી કેટલાક માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ
મહત્વનું છે કે, હજી પણ ભારતના અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં નર્કાગાર સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. માછીમારી કરવા જતા અનેક યુવાનો માટે આ બનાવ લાલબત્તી સમાન અને શીખ આપનારો છે કે જેવો દરિયાઈ માવો મેળવવા માટે જોખમ ખેડીને મધદરિયે જઈને પોતાનું જીવન પાકિસ્તાનની જેલોમાં કેદ કરે છે. તાજેતરમાં દરિયામાં માછીમારી કરતી વખતે પાકિસ્તાન કોસ્ટગાર્ડે પકડેલા ગુજરાતના 184 માછીમારને પાકિસ્તાને મુક્ત કર્યા છે. પાકિસ્તાનથી પરત ફરેલા માછીમારોમાં કોઈ 3 વર્ષથી તો કોઈ 5 વર્ષથી કરાચી જેલમાં બંધ હતા.

Previous Post Next Post