પોરબંદર18 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં પકડાયેલા પ્રોહી. મુદ્દામાલ નાશ કરવા અંગે સુચના આપવામાં આવેલી હતી. જે અન્વયે આજરોજ પોરબંદર શહેરના ઇન્દિરા નગર દરિયા કિનારે પોલીસ દ્વારા દેશી તથા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમા બગવદર, માધવપુર, મીયાણી અને નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલો પ્રોહીબીશન અંગેનો મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી.
કયા પોલીસ સ્ટેશનનો કેટલો દારૂ?
- બગવદર પોલીસ સ્ટેશનના 4 ગુનાઓમાં પકડાયેલા ઇગ્લીશ દારૂની કુલ બોટલો નંગ 301, કિંમત રૂપિયા 1,02,925 તેમજ 179 ગુનાનો દેશી દારૂ લીટર 2559 કિંમત રૂપિયા 51,360
- માધવપુર પોલીસ સ્ટેશનના 3 ગુનાઓમાં પકડાયેલા ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ 52, કિંમત રૂપિયા 16,200 તથા બીયર ટીન નંગ 70, જેની કિંમત રૂપિયા 7,000 તેમજ 71 ગુનાનો દેશી દારૂ લીટર 362 કિંમત રૂપિયા 7,240
- મિયાણી પોલીસ સ્ટેશનના 4 ગુનાઓમાં પકડાયેલા ઇગ્લીશ દારૂની કુલ બોટલો નંગ 61, કિંમત રૂપિયા 22,875 તેમજ 27 ગુનાનો દેશી દારૂ લીટર 947 કિંમત રૂપિયા 18,940 તથા પરપ્રાંતિય ઢાંકણા વગરની બોટલ નંગ 11 કિંમત રૂપિયા 3,300
- નવીબંદર પોલીસ સ્ટેશનના 1 ગુનામાં પકડાયેલા ઇગ્લીંશ દારૂની કુલ બોટલો નંગ 22, કિંમત રૂપિયા 6,600 તેમજ 97 ગુનાઓનો દેશી દારૂ લીટર 471 કિંમત રૂપિયા 9,420નો મુદ્દામાલ
આમ કુલ 436 ઇગ્લીશ બોટલ કિંમત રૂપિયા 1,55,600નો તથા દેશી દારૂ લીટર 4348 કિંમત રૂપિયા 84,960 પ્રોહીબીશનનો મુદ્દામાલ નામદાર કોર્ટના હુકમ અન્વયે નાશ કરવામાં આવેલો છે.