પાટણ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ શહેરના અંબાજી નેળિયામાં આવેલી 35 થી 40 સોસાયટીના આગેવાનો એકત્ર થઈ અંબાજી નેળિયાના રોડનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી હતી. જો કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો કલેકટરને આવેદનપત્ર આપી ધારણા પર બેસવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી.
પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5 અને 11 ના મધ્યમાંથી પસાર થતો અંબાજી નેળિયાના રોડનું કામ છેલ્લા બાર મહિનાથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે હજુ સુધી 50% રોડનું કામ પૂર્ણ થયેલ છે જેના કારણે અહીં એક માર્ગીય રસ્તો હોવાથી સ્કૂલે જતા બાળકો તેમજ અહીંની આજુબાજુની 35 થી 40 સોસાયટીના રહીશોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ક્યારેક રસ્તો બંધ કરી અને ક્યારેક ખોલે તેનું કોઈ સૂચન મારવામાં આવતું નથી. જેના કારણે લોકોને રસ્તા સુધી આવી પાછા વળવું પડે છે અને ફરીને હાશાપુર થઈ અંબાજી નેળિયા તરફ આવવું પડે છે જેના કારણે આર્થિક બોજો સહન કરવાનો પણ વારો આવે છે. સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, જોકે, સ્થાનિક કોર્પોરેટર દ્વારા લોકોની સમસ્યા સાંભળવામાં આવતી નથી જેથી લોકો હવે આ સમસ્યાથી કંટાળી ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહી આવે તો સમગ્ર વિસ્તારના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવશે, તેમજ નગરપાલિકાનો ધરણા કરવામાં પણ આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જણાવવા મળ્યું હતું