મહિસાગર (લુણાવાડા)4 કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા રાજ્ય અગ્નિનિવારણ વિભાગ ગાંધીનગર દ્વારા 13 મેના રોજ ગાંધીનગર ખાતે મહીસાગર જિલ્લા લુણાવાડા નગરપાલિકાને ઇમરજન્સી રેસ્ક્યુ વાહન આપવામાં આવ્યું હતું. જે વાહનનું આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા નગરપાલિકા વહીવટદાર, નગરપાલિકા ચીફ ઑફિસર તેમજ ભાજપના મહીસાગર જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતમાં પૂજા અર્ચના કરી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવી શુભારંભ કરાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ ઇમરજન્સી રેસ્ક્યુ વાહન જિલ્લામાં ગમે ત્યારે આપત્તી આવે ત્યારે તેને પહોંચી વળી રેસ્ક્યુ કરવા માટે આ વાહન ખુબ જ કામ લાગશે અને જેનો લાભ જિલ્લાને મળશે.

લુણાવાડા મામલતદાર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર સેલ માંથી આજે લુણાવાડા નગર પાલિકા ખાતે એક ફાયર વિહિકલ કે જે ઇમરજન્સીમાં કામ લાગે તેવું 1 કરોડ 20 લાખના ખર્ચે તૈયાર કરીને આવેલું છે. જે આજે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનો લાભ લુણાવાડા નગરપાલિકા અને આખા જિલ્લાને મળશે અને લોકોને ઘણી સુખાકારી મળશે.







