Tuesday, May 30, 2023

સંતરામપુર પ્રાંત કચેરીમાં લાંચ લેનાર લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરની મહીસાગર સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી | Mahisagar Sessions Court rejects bail plea of corrupt computer operator who took bribe in Santrampur provincial office | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં એસીબીએ ટ્રેપ કરતાં સંતરામપુર પ્રાંત કચેરીમાં એ.ટી.વી.ટી શાખાની ઓફિસ રૂમ. નં.7માં લાંચ સ્વીકારનાર હંગામી કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ મહોતભાઈ પટેલને એસીબીની જાંબાઝ ટીમે રંગે હાથ દબોચી લીધો હતો. લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરે મહીસાગર સેશન્સ કોર્ટમાં જમીન મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી.

સરકારી વકીલ એસ.આર. ડામોરની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ જજ એચ.એ. દવેએ જમીન મુક્ત થવાની અરજી નામંજૂર કરી છે. નામદાર સેશન્સ જજે તેના ચુકાદામાં નોંધ્યું છે. કે, હાલના સંજોગોમાં સરકારી કામકાજ કરાવવા માટે લાંચની રકમ માંગવાના અને સ્વીકારવાના કેસોમાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો થયો છે. સામાન્ય વ્યક્તિનું કામકાજ પૈસા આપ્યા સિવાય થતું નથી તેવી સમાજમાં એક છાપ ઊભી થઈ છે. આથી આવા આરોપી વિરુદ્ધનું પ્રથમ દર્શનીય કેસ રેકર્ડ પર લાવી શકાયો છે. તેને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજમાં તેની અવળી અસર પડે અને આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓની આવું ગેરકાયદેસર કૃત્ય કરવાની હિંમત વધે. જે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને સેશન્સ કોર્ટે આ ઠરાવ સાથે લાંચિયા ઓપરેટરની જમીન મુક્ત થવાની અરજી ફગાવી દીધી છે.

અત્રે નોંધનીય છે કે, મહીસાગર જિલ્લાની સંતરામપુર પ્રાંત કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આરોપી શૈલેષકુમાર મોહનભાઈ પટેલ જેમણે ફરિયાદીને ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો લેવાના હોવાથી ફરિયાદી તથા એમના કાકાને જણાવેલ કે, ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો લેવાના કામ માટે તમે આરોપી નંબર 2 રિઝવાન ભૂરા સાથે વાત કરી લેજો. રિઝવાન ભૂરાએ ફરિયાદીને જણાવેલ કે, સાહેબ રૂ.90,000 કહેતાં હતાં, પણ રૂ. 70,000માં નક્કી કર્યું છે. તો તમે રૂબરૂ પ્રમાણપત્ર લેવા આવો ત્યારે રૂ. 70,000 લેતાં આવજો તેમ કહી રૂ. 70,000ની માંગણી કરેલી. ત્યારે આ બાબતે જાગૃત નાગરિક ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરતા સંતરામપુર પ્રાંત કચેરી ખાતે છટકું ગોઠવી અને આરોપી શૈલેષ પટેલને રૂપિયા 70 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.