અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઠગ દંપતી કિરણ પટેલ અને માલિની પટેલ સામે મોરબીના વેપારીએ 31.11 લાખની ઠગાઈની ફરિયાદ કરતા ક્રાઇમબ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટેમાં રજૂ કરી હતી. કોર્ટમાંથી ક્રાઇમબ્રાન્ચને માલિનીના બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. બાદમાં માલિનીએ આ કેસમાં જામીન અરજી દાખલ કરી હતી જે કોર્ટે ના મંજુર કરી હતી. આથી આ કેસમાં માલિનીના વકીલ નિસાર વૈદ્ય દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરાઈ હતી. જેની પર સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી.
છેતરપિંડી મામલે માલિની સામે ફરિયાદ
ગત સુનવણીમાં માલિની પટેલની જામીન અરજી પર સરકારી વકીલે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી દ્વારા રજુઆત કરાઈ હતી કે માલિની પટેલ સામે અન્ય કેસો પણ હોવાથી જામીન આપી શકાય નહીં. ગુનાની ગંભીરતાને જોતા આરોપીને જામીન મુક્ત કરી શકાય નહીં. છેતરપિંડી મામલે માલિની સામે આ આગાઉ પણ ફરિયાદો થઈ છે. માલિનીએ પતિ કિરણ પટેલ સાથે મળીને અનેક ઠગાઇ આચરી હોવાની રજુઆત સરકારી વકીલે કરી હતી.
માલિની પટેલના જામીન સેશન્સ કોર્ટે મંજુર કર્યા
સરકારના જવાબ પર માલિની પટેલના વકીલે દલીલ કરી હતી કે, આ કેસમાં ખોટી રીતે માલિનીને ફસાવવામાં આવી રહી છે. માલિની પટેલ પોલીસ તપાસના સાથ સહકાર આપશે. ત્યારે આજે ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના જામીન સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે. જેમાં કોર્ટ દ્વારા પોલીસ તપાસમાં સાથ સહકાર આપવા માલિનીને ટકોર કરવામાં આવી છે.