અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં આઈપીએલની મેચોમાં ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તી વધી છે. ત્યારે શહેરમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખસને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને 20 હજારનો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મેચનો હારજીતનો જુગાર
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, નિકોલનો રૂચીર અખાણી નામનો શખસ આજની ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચેની મેચનું મોબાઈલમાં લાઈવ પ્રસારણ જોઇને આ મેચનો હારજીતનો જુગાર રમાડવા માટે તેના મોબાઈલમાં આઈડી રાખીને અન્ય ગ્રાહકોને આઈડીની લિંક, યુઝર આઈડી તથા પાસવર્ડ આપીને મોબાઈલ ફોનથી ગ્રાહકોના સંપર્કમાં રહીને ક્રિકેટનો સટ્ટો રમાડે છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ બાતમીને આધારે શખ્સને પકડી પાડ્યો હતો. અમર જવાન સર્કલ પાસે આ શખસ મોબાઈલમાં સટ્ટો રમાડતો હતો. પોલીસે તેની આઈડીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ARMY 7777 લિંકના માધ્યમથી KRN11111 યુઝર આઈડીથી લોગિન થઈને પોતાના ગ્રાહકો વિજયભાઈ ઠક્કર, આનંદભાઈ ઠક્કર, ચેતનભાઈ ઠક્કરને આઈડી તથા પાસવર્ડ વોટ્સએપથી આપીને ઓનલાઈન જુગાર રમાડતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.